ઐતિહાસિક સફર પૂર્ણ:રાજકોટ-દ્વારકાના 20 તરવૈયા દરિયો તરી સોમનાથ પહોંચ્યા

દ્વારકા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • |તરૂણ અને યુવા તરવૈયાઓ 10 દિવસની અથાગ મહેનત બાદ મંઝિલની આંબી ગયા
  • મહાશિવરાત્રી પર્વે દેવા ધિ દેવ મહાદેવને શિશ ઝુકાવી સફરને પરીપૂર્ણ કરી,જીવજંતુઓને અવરોધનો સામનો કર્યો

યાત્રાધામ દ્વારકા (કૃષ્ણનગરી)થી સોમનાથ (શિવનગરી) સુધી સમુદ્રમાં તરણ સાથે કયાકિંગ સહિતના આશયથી તરૂણ અને નવયુવા સહિતના વીશ તરવૈયાઓએ વીશમી ફેબ્રુઆરીના પ્રસ્થાન બાદ મહાશિવરાત્રી પર્વે સોમનાથ પહોચીને અનોખી સિધ્ધી હાંસલ કરી છે.

દ્વારકા ખાતે ક્રિડા ભારતી ગ્રૃપ દ્વારા સંભવત પ્રથમવાર અલગ અલગ નિષ્ણાંતોને સાથે રાખી દ્વારકાથી સોમનાથ સુધીનો સમુદ્ર તરણ કાર્યક્રમ અંતર્ગત ગત તા.20મી ફેબ્રુઆરીના રોજ દ્વારકા ઉપરાંત રાજકોટના તરૂણો અને યુવક,યુવતિઓ સહિત વીશ તરવૈયાઓએ પ્રયાણ કર્યુ હતુ.આ લગભગ 150 નોટીકલ માઇલ(215 કિલોમીટર)સુધીનો દરીયાઇ માર્ગને પાર કરવા માટે દરરોજ અંતર પણ નિયત કરાયુ હતુ, આ સાહસિક તરવૈયાઓ દ્વારકાથી નીકળીનેહર્ષદ, લાંબા, પોરબંદર, માંગરોળ, ચોરવાડ, વેરાવળ થઈ શિવરાત્રીના મંગળ દિને સોમનાથ પહોંચ્યા હતા.

જ્યાં સોમનાથ પાલિકા પ્રમુખ પીયૂષભાઈ તથા ચીફ ઓફીસર ચેતનભાઈ હુડીયા તથા આગેવાનો દ્વારા તેઓને આવકાર અપાયો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે,ભારતીય ક્રિડા ભારતી સંસ્થાના અધ્યક્ષ ગોપાલજી સૈની, કોપાધ્યક્ષ મિલિંદજી ડાંગે, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનીના કુલપતિ અર્જુનસિંહ રાણા તથા પાલિકા પ્રમુખ જ્યોતિબેનેએ પ્રસ્થાન કરાવ્યું હતું. લગભગ દશ દિવસીય સમુદ્ર તરણ દરમિયાન પ્રતિકુળ વેધર તથા દરીયા અંદર ફાલ્સીપર જીવ જંતુના આક્રમણ છતાં આ યુવા તરવૈયાએ તેમનું સાહસ અવિરત રાખ્યું હતું.

દરીયાઇ સફર તેઓએ શિવરાત્રીના પૂર્ણ કરીને સાહસિક તરવૈયાઓએ દેવા ધિ દેવ સોમનાથ મહાદેવને શિશ ઝુકાવ્યુ હતુ.મધદરિયામાં કાયકિંગથી એટલે કે નાનકડી ફાયબરની બોટ સાથે દરિયામાં તરતા તરતા રોજ 20-22 કી.મી. અંતર કાપીને જવાનો આવડા અંતરનો ભારતનો રેકોર્ડ છે! દ્વારકાના જ્યંતીલાલ બાંભણીયાની આગેવાનીમાં શરૂ થયેલા આસાહસમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, હિંડોચાભાઈ વગેરેએ આર્થિક તથા ચીજ વસ્તુઓની મદદ કરી હતી.જયારે કાપકિંગ કોચની રામ અડવાણી, રેસ્ક્યુઅર નિર્ભય બાંભણીયા, કિશન ચૌહાણ, સ્મિત ઘોઘલ્યા, પિયુષ ઘોઘલ્યા, ધવલ મહેતા, પ્રવીણ બાંભણીયા, જગદીશ લોઢારી, પ્રવીણભાઈ તથા મૂળજીભાઈ સીમરીયા પણ જોડાયા હતા.

રફ વેધરના કારણે પ્રતિ કલાક એકથી દોઢ માઈલ સ્વીમીંગ મોડું થયું
સમુદ્રમાં રફ વેધર શરૂ થઇ જવાના કારણે પ્રતિ કલાક એકથી દોઢ માઇલ સ્વીમીંગ માંડ થતુ હતુ.બીજી બાજુ પ્રતિ દિન 22 કિ.મિ. જેટલી એવરેજ સાથે બાળકોએ કાયેકીંગ કર્યુ જે વિક્રમ સર્જક ગણાવાય રહયુ છે.

અન્ય સમાચારો પણ છે...