તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચાવકાર્ય:કલ્યાણપુર તાલુકાના આશિયાવદરમાં 2 મગરોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરાયું

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 મગર રહેણાંક વિસ્તારમાં પહોંચી ગઈ હતી તો બીજી કૂવામાં ફસાઈ ગઈ હતી

કલ્યાણપુરના રહેણાંક વિસ્તાર તેમજ આશિયાવદરમાં બે મગરો મળી આવતા વનવિભાગ તથા જીવદયા ટ્રસ્ટ દ્વારા બંનેને સફળતાપૂર્વક રેસ્કયુ કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યા છે. કલ્યાણપુર વનવિભાગ અને જીવદયા ટ્રસ્ટ ગણેશગઢની ટીમ દ્વારા છેલ્લા 20 દિવસના સમય ગાળામાં 2 મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.ગત ચોમાસાની સીઝનમાં ખુબ વધુ વરસાદ પડવાના કારણે દ્વારકાના કલ્યાણપુર વિસ્તારમાં પાણીના પ્રાણીઓ જોવા મળી રહ્યા છે.

હાલ પાણીનો સ્ત્રોત ઓછો થતા માનવ વસવાટમાં આવી ચડવાના બનાવો બન્યા છે. જેમા કલ્યાણપુર રહેણાંક વિસ્તારમાં એક લગભગ સાત ફુટ લાંબી મગર ઘુસી આવી હતી તથા આસિયાવદર કુવામાં પાણી ઘટતા ત્યાં પણ મગર જોવા મળી હતી. તેથી કલ્યાણપુર વનવિભાગ અને જીવદયા ટ્રસ્ટ ગણેશગઢની ટીમ દ્વારા આ બન્ને જગ્યાએ રેસ્ક્યુ કરી આ બન્ને મગરને સલામત સ્થળે છોડી મુકવામાં આવી હતી. આ ઉપરાંત જીવદયા ટ્રસ્ટના સભ્યો દ્વારા પક્ષી તથા પશુઓની સેવા કરી રહ્યા છે.

દ્વારકા જીલ્લાના કોઈ પણ ગામમાં પક્ષી કે પશુ જે બીમાર હોય, તો ટીમના સભ્યો ત્યાં જઈને નિશુલ્ક સેવા કરે છે. તેમજ વધારે પડતી સમસ્યા હોય તો, તેને ગણેશગઢ ખાતે લઈ જઈને સારવાર પુર્ણ ના થાય ત્યાં સુધી બધી સુવિધા જીવદયા ટ્રસ્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...