તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:ભાટિયામાં નેત્ર નિદાન કેમ્પમાં 15 દર્દીના વિનામૂલ્યે ઓપરેશન કરાયા

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 73 દર્દીનું નિદાન, રણછોડદાસબાપુ હોસ્પિટલની ટીમે આપી હતી સેવા

ભાટીયામાં રવિવારે કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પીટલના તબીબોની ટીમ દ્વારા 73 દર્દીઓનુ નિદાન કરાયું હતુ. જેમા જરૂરીયાતવાળા દર્દીઓને ટીપા ઉપરાંત મોતીયાના ઓપરેશનની 15 દર્દીઓને રાજકોટ લઈ જઈ ઓપરેશન કરી વિનામુલ્યે નેત્રમણી બેસાડી આપી હતી. સારવાર, જમવા, ચા-નાસ્તો, ચશ્મા, વિના મુલ્યે પુરુ પાડી પરત મુકી જવામાં આવ્યા હતા. આ કેમ્પમા ભાટીયાના સામતભાઈ ગોજીયા, જીતેન દાવડા, મીત સોમૈયા, દેવેન લાલ, સુનીલ સરદાર, ડાડુભાઈ આંબલીયા વગેરેએ સેવા આપી હતી. કેમ્પનું સંચાલન કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રમુખ કિશોરભાઈ દતાણીએ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...