તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાના વાદળો:દ્વારકા જિલ્લામાં 14 ડેમ તળિયા ઝાટક

ભાટિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા જિલ્લાનો સૌથી મોટો સાની ડેમ ખાલીખમ. - Divya Bhaskar
દ્વારકા જિલ્લાનો સૌથી મોટો સાની ડેમ ખાલીખમ.
  • વરસાદ ખેંચાશે તો પીવાના પાણીની તંગી સાથે સિંચાઈથી થતી ખેતી પણ અટકી જશે
  • દ્વારકા જિલ્લાના એક માત્ર વર્તુ-2 ડેમમાં 4 ટકા પાણી છે જે પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા તેની અસર પાણી પૂરવઠા પર પડી છે. જિલ્લામાં ગત વર્ષે વરસાદથી પાણીનું તળ ઊંચું આવ્યું હતું. જો કે પિયતના કારણે જમીનમાં પાણી ઘટવા માંડ્યું છે. સિંચાઇ માટે મુખ્ય 14 ડેમ તથા અન્ય નાના મોટા જળાશય છે. જેમાંથી ખેતી માટે સિંચાઈ નું પાણી તથા પીવા માટેનો અનામત પુરવઠો રાખવાનો હોય છે. દ્વારકા જિલ્લામાં નર્મદા ના પાણી આવ્યા બાદ પીવાની સમસ્યા તો હળવી થઈ છે. પરંતુ સિંચાઈ માટે મોટા જળાશયોનો ઉપયોગ કરાતો હોય છે.

પરંતુ હાલમાં તમામ જળાશયો ખાલી છે એક માત્ર વર્તુ 2 માં માત્ર ચાર ટકા જેટલું પાણી છે જે પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે.ઘી ડેમમાંથી પીવા માટે પાણી આપી શકાય તેટલો જથ્થો છે. દ્વારકા જિલ્લાના સૌથી મોટા ડેમમાં સાની ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહની ક્ષમતા 39.02 મિલિયન ક્યુબીટ મીટર છે.આ યોજનામાં રીપેરીંગ કામના વર્ક ઓર્ડર આ વર્ષે જ નિકળ્યા હોવાથી બે વર્ષના સમયગાળા સુધી તેનું કામ ચાલશે તેથી ભરી શકાશે નહીં. જયારે વર્તુ-2 ડેમમાં 25.60 મિલિયન ક્યુબીટ મીટર પાણી સાચવવાની ક્ષમતા છે. હાલ જળાશયોમાં વરસાદી પાણીની તાતી જરૂરિયાત છે.

વરસાદ થાય તો પાણી સિંચાઇ માટે વાપરી શકાય
જિલ્લાના 14 ડેમમાં તેની ક્ષમતા મુજબ પાણી સ્ટોર થઈ શકે છે. સાની ડેમ પર કામ ચાલી રહ્યું છે. હાલ તેના ફાઉન્ડેશન બાંધવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં સારો વરસાદ થાય તો આ ડેમમાં સંગ્રહ થનાર પાણીનો જથ્થો સિંચાઈ કે અન્ય હેતુ માટે વાપરી શકાય. > એન.એમ. ચૌહાણ, આસીસ્ટન્ટ એન્જીનીયર, ક્ષાર અંકુશ વિભાગ, ખંભાળિયા.

અન્ય સમાચારો પણ છે...