હાલારમાં આંશિક લોકડાઉનનો દોર:જામજોધપુર, રાવલમાં સ્વૈચ્છિક લોકડાઉન; મહામારીને નાથવા ભાણવડના મોટા ગુંદા, મોરઝર ગામમાં પણ આંશિક બંધ

જામજોધપુર, જામરાવલ, ભાણવડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરમાં 4 દિવસીય સંપૂર્ણ લોકડાઉન - દુકાનો સજ્જડ બંધ - Divya Bhaskar
જામજોધપુરમાં 4 દિવસીય સંપૂર્ણ લોકડાઉન - દુકાનો સજ્જડ બંધ

જામનગર સહિત હાલારભરમાં છેલ્લા દોઢ સપ્તાહથી કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વકરી રહ્યું છે ત્યારે કોરોનાને અટકાવવા જામનગર સહિતના અમૂક સ્થળોએ સ્થાનિક વેપારી અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક-આંશિક લોકડાઉનની અમલવારી કરવામાં આવી રહી છે જેમાં જામજોધપુર, જામરાવલ અને ભાણવડના સઈ દેવરિયા, મોટા ગુંદા, મોરઝર ગામોમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી શરૂ કરાઈ છે. જો કે, આ સમય દરમિયાન દૂધ, મેડિકલ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, જેનાથી રોજિંદા વ્યવહારમાં અને દર્દીઓને મુશ્કેલી ન પડે.

જામજોધપુરમાં 4 દિવસીય સંપૂર્ણ લોકડાઉન - દુકાનો સજ્જડ બંધ
જામજોધપુરમાં સ્થાનિક અગ્રણીઓ અને વેપારી એસોસિએશન દ્વારા તા.17મી એપ્રિલથી 20મી એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને અનુસંધાને પ્રથમ દિવસે શહેરના તમામ વેપારીઓ, શાક બકાલા, ફ્રૂટ, રેંકડી ધારકો સહિતનાના સહકારથી દુકાનો બંધ રહી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન મેડિકલ, દૂધ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

ભાણવડના સઈદેવરિયા ગામ બંધ - 3 દિવસનું આંશિક લોકડાઉન શરૂ થયું
સઈ દેવળીયા ગ્રામ પંચાયત તથા વેપારી મંડળ દ્દ્વારા કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામની તમામ દુકાનો તારીખ 12 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી તમામ દુકાનો સવારના 6થી બપોર ના 2 વાગ્યા સુધી જ ખૂલી રહશે આ સિવાય તમામ ગ્રામજનોને ફરજિયાત માસ્ક પહેરવું અને કામ સિવાય બહાર ન નીકળે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

રાવલમાં બપોરે બાદ વેપાર-ધંધા બંધ રહેશે
જામ રાવલ :
રાવલ પાલીકાના સભાખંડમાં કોરોના ની મહામારી સામે લડવા બપોર બાદ વેપાર ધંધા બંધ રાખવા બાબતે બેઠક યોજાઈ હતી જે બેઠકમાં તા.૧૭થી ૩૦ એપ્રીલ સુધી બપોરે ર વાગ્યા બાદ વેપાર ધંધા બંધ રાખી સર્પુણ લોક ડાઉનની અપીલ કરાઈ હતી. જેમાં બપોર બાદ ૨ વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય કરાયો હતો. જેમાં સહકારની વેપારી ઓ ખાત્રી અપાઈ છે, તા-30-એપ્રીલ સુધી સર્પૂણ લોકડાઉન થશે.

મોરજરમાં 30મી સુધી આંશિક લોક્ડાઉન
ભાણવડ : મોરજર ગ્રામ પંચાયત તથા વેપારી મંડળ દ્વારા કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. જેની અમલવારીના ભાગરૂપે તા.17થી 30 સુધી બપોરે 1 વાગ્યા સુધી જ તમામ દુકાન ખુલ્લી રાખવામાં આવશે. ઉપરાંત તમામ ગ્રામજનોએ ફરજિયાત માસ્ક અને સામાજિક અંતર પાલન કરવાનું રહેશે જ્યારે દુકાનદારે પણ ભીડના થાય તેની તકેદારી રાખવાની રહેશે.

મોટાગુંદામાં 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
ભાણવડ : મોટા ગુંદા ગામે ચાલી રાખી કોરોના મહામારી ને ધ્યાનમાં લઇ જુના ગ્રામ પંચાયત અને વેપારી સંગઠન દ્વારા શનિ રવિ અને સોમ એમ ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે લોકોને બિન બિનજરૂરી બહાર નીકળવું અને ફરજિયાત માસ્ક પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જે લોકોએ માસ્ક નહિ પેહર્યું હોય તેમની પાસે થી ₹ 1000નો દંડ વસૂલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...