શ્રદ્ધાસૂમન અર્પણ:ભાણવડમાં દેશના શહીદવીરોને શ્રદ્ધાસૂમન અર્પણ કરાયા

ભાણવડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્મસમાજ, ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આદ્રા નક્ષત્રમાં
  • 111 દિપ પ્રાગટય કરી 2 મિનિટનુ મૌન પાળીને વિરાંજલી અપાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે આવેલા સુપ્રસિધ્ધ ભીડભંજન મહાદેવ મંદિરમાં આદ્રા નક્ષત્ર હોવાના લીઘે માગસર માસના સોમવારે દેશમાં શહીદ થયેલા વીરોને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે એકસો અગીયાર (111) દિપ પ્રાગટય કરી બે મિનિટનુ મૌન રાખી શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને લોકો જોડાયા હતાં અને શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ સાથે વધુમાં દિપ પ્રાગટય કરી ધૂન અને કિર્તન યોજવામાં આવ્યા હતા. રાષ્ટ્રના વિર શહીદોના આત્માની શાંતિ માટે ભીડભંજન મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.

આ વિરાંજલિ કાર્યક્રમમાં ભીડ ભંજન મહાદેવ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પ્રહલાદભાઇ ભટ્ટ, રમેશભાઇ ભટ્ટ, પ્રકાશભાઇ પંડયા, ભાર્ગવભાઇ અત્રિ, મેહુલભાઇ અત્રિ, મુનીકુમાર અત્રિ, પંકજભાઇ (પુજારી), પ્રદિપભાઇ ભોગાયતા , રેણુકાબેન જોશી, જયશ્રીબેન અત્રિ, કિરણબેન અત્રિ તેમજ મિત્ર મંડળ અને ભકતજનો જોડાયા હતા. કાર્યક્રમમાં ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...