તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસંદેશ:ભાણવડમાં પ્રકૃતિપ્રેમી તબીબ દ્વારા વૃક્ષારોપણ

ભાણવડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકજાગૃતિ માટે હોસ્પીટલના સ્ટાફના સહયોગથી અભિયાન રણજીતપરામાં 10 વૃક્ષો રોપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક પ્રકૃતિ પ્રેમી તબીબ દ્વારા રણજીત પરા વિસ્તારમાં દશ વૃક્ષો વાવીને વર્તમાન પેઢીને પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો.વર્તમાન કોરોના કાળ દરમ્યાન સૌ કોઇએ ઓક્સિજનની કિંમત જાણી છે જે અમૂલ્ય ઓક્સિજન વૃક્ષો મફતમાં આપે છે તે જ ઓક્સિજન કોરોનાના કપરા કાળમાં મો માગ્યા પૈસા આપતા છતા પણ મળી રહ્યો નહતો.ત્યારે હાલ આવા કપરા કાળમાંથી સૌએ પસાર થઈ અને વૃક્ષોની કિંમત સમજી છેઘણા બધા પ્રકૃતિ પ્રેમી લોકો વૃક્ષોનું વધુને વધુ વાવેતર કરતા થયા છે.

ભાણવડના પ્રકૃતિ પ્રેમી ડો. હિરેન નાણાવટી દવારા લોક જાગૃતિ અને પ્રકૃતિના જતનના આશયથી ભાણવડના રણજીત પરા વિસ્તારમાં 10 જેટલા વૃક્ષોનું વાવેતર કરી વર્તમાન પેઢીને એક પ્રકૃતિ જતનનો મેસેજ આપ્યો છે. આ વૃક્ષોના વાવેતર અને તેના જતનની કારગીરીમાં તેની હોસ્પિટલના સ્ટાફ મિત્રો ને સાંકળી સૌને પ્રકૃતિના જતનનો માર્ગ ચિંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...