તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાણવડ 760 લીટર શંકાસ્પદ ઇંધણ સાથે 1 ઝબ્બે

ખંભાળિયા/ભાણવડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપનો દરોડો, 4 બેરલ સહિત રૂ.46 હજારની મતા કબજે કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઢેબર પંથકમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે દરોડો પાડી બાયોડીઝલ જેવા ભેળસેળ યુકત શંકાસ્પદ ઇંધણ(પ્રવાહી)ના 760 લીટર જથ્થા સાથે એકને દબોચી લીઘો હતો.પોલીસે ચારેય બેરલમાં રહેલો રૂ.45 હજારની કિંમતનો જથ્થો શકત પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ ભાણવડના ગ્રામ્ય પંથકમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પી.આઇ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિ઼ગ કરી રહી હતી.

જે વેળાએ સ્ટાફના હેડ કોન્સ. આઇ.એ.ખીરા અને નિલેશભાઇ કારેણા સહિતની ટીમને ઢેબર પંથકમાં એક શખ્સના કબજામાં બાયોડીઝલ જેવુ ભેળસેળયુકત શંકાસ્પદ કેમીકલ પ્રવાહી(ઇંધણ)હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ઢેબર પંથકમાં દરોડો પાડયો હતો. જે વેળાએ પોલીસને યુસુફ હુશેનભાઇ હિંગોરાના ફળીયામાંથી શંકાસ્પદ કેમીકલ પ્રવાહી(ઇંધણ)ના ભરેલા ચાર બેરલ મળી આવ્યા હતા.આથી તેના આધાર પુરાવા માંગતા રજુ નહી થતા પોલીસે ગેરકાયદેસર રીતે રાખેલો રૂ.45,600ની કિંમતનો 760 લીટર જથ્થા સહિત રૂ.46,400નો મુદામાલ શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...