મંજૂરી:વિજયનગર સ્મશાન ઘાટ માટે રૂપિયા 13.5 લાખના કામો મંજૂર

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર સ્મશાન ઘાટ માટે રાજ્યસભા સાંસદની ભલામણથી રૂ. 13.5 લાખના કામો મંજુર કરાયા છે. જે લાકડા સંગ્રહ માટે રૂમ, નનામી મૂકવા માટેના ઓટલો, બ્લોકપેવર અને શેડ બનાવાશે. રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની ભલામણથી જિલ્લાકક્ષાની ગ્રાન્ટમાંથી વિજયનગર સ્મશાનમાં 4,50,000નો લાકડા મૂકવા માટે રૂમ તથા 2,00,000 શબ મૂકવા માટેના ઓટલો તેમજ બ્લોકપેવર 7,00,000 રૂપિયાના ખર્ચે સ્મશાનના પાકા શેડ માટેના કામો મંજૂર કરાયા હોવાનો વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ શાહે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...