તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કંથારિયામાં તમારું પેન્શન મારી બહેનને કેમ આપતા નથી કહીં વેવાઈને મારમાર્યો

વિજયનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે સસરા,3 સાળા સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

વિજયનગરના કંથારિયામાં પતિ પત્નીના પારિવારિક ઝઘડા મામલે દીકરીનું ઉપરાણું લઈ વેવાઈને તમારું પેન્શન મારી બહેનને કેમ નથી આપતા તેમ કહીં માર મારી બહેનને ત્રાસ આપવાના ગુનામાં મારી નાખવાની ધમકીઓ આપવા બાબતે વિજયનગર પોલીસ મથકમાં 7 ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર કંથારિયા ગામના રવિન્દ્રભાઈ વિરજીભાઈ મોડિયાના લગ્ન વણધોલના નારણભાઇ ઉર્ફે બાલુભાઈ નાનજીભાઈ ફનાતની દિકરી સુમિત્રાબેન સાથે થયેલા છે. જેમાં રવિન્દ્રભાઈ અને સુમિત્રાબેન વચ્ચે ગત 8મી જુલાઈને ગુરુવારની સવારે રાંધણગેસ લાવવા અને કરિયાણું ખરીદવા બાબતે તકરાર થઈ હતી.

જે અંગે સુમિત્રાબેને તેના પિતા નારણભાઇ ઉર્ફે બાલુભાઈને ફરિયાદ કરતા ગુરુવારે બપોરે ચારેક વાગ્યાના સુમારે રવિન્દ્રના સસરા નારણભાઇ ઉર્ફે બાલુભાઈ ફનાત તેમનો દિકરો રાજુ, ગણેશ, શંકર, લાલભાઈ રમેશભાઈ ફનાત અને રવિન્દ્રભાઈના વડસાસુ તથા રવિન્દ્રના સાળાનો મિત્ર એકસંપ થઈ કંથારિયા ગામે રવિન્દ્રના ઘરે આવી અપશબ્દો બોલી તકરાર કરી ખાટલામાં સુતેલા રવિદ્રના પિતા વિરજીભાઈને નારણભાઈએ ફેંટ પકડી ઊંચા કરી તમે તમારું પેંશન મારી બહેનને કેમ નથી આપતા તેમ કહી માર મારી બહેનને ત્રાસ આપવાના ગુનામાં જેલમાં પુરાવી દઈશ તેમજ મારી નાખવાની ધમકીઓ આપી સુમિત્રાબેન અને બાળકોને રિક્ષામાં બેસાડીને જતા રહ્યા હતા. રવિન્દ્ર ભાઈએ સસરા, સાળાઓ, વડસાસુ અને અન્ય એક શખ્સ મળી 7 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...