તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ચંદવાસા પોસ્ટમેનની બેદરકારી સામે પગલાં નહીં લેવાતા ગામલોકો આંદોલનના મૂડમાં

વિજયનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટપાલો સમયસર નહીં પહોંચાડવા, ખોટી સહી કરવા સહિતના આક્ષેપ સાથે બદલી કરવા રજૂઆત કરી હતી

વિજયનગર તાલુકાના ચંદવાસા ગામના પોસ્ટમેનની બેદરકારી સામે ગામલોકો દ્વારા જિલ્લા પોસ્ટમાસ્તરને અઢી માસ અગાઉ લેખિત રજુઆત કરવામાં આવી હોવા છતાં પોસ્ટ ખાતા કોઇ જ કાર્યવાહી નહીં થતાં ગામલોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વિજયનગર તાલુકાના ચંદવાસા ગામનો પોસ્ટમેન ભીમાજી સિંગાજી સંગાથ ગામની ટપાલો સમયસર પહોંચાડતો નહીં હોવા અંગે અને રજિસ્ટર હોય તો ખોટી સહી કરી કોઈ હાજર નથી લખી પરત કરતો હોવાનો અને દારૂ ઢીંચીને ટપાલ આપતો હોવાનો અને ટપાલને સળગાવી દેતો હોવાના આક્ષેપ સાથે વિજયનગર પોસ્ટમાસ્તરને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં પોસ્ટમેન ભીમાજીની બેદરકારી એક વિદ્યાર્થીનીને ભારે પડી હોઈ સમયસર ઇન્ટરવ્યૂ લેટર નહીં પહોંચાડતા વિદ્યાર્થીનીએ નોકરી ગુમાવી હોવાનું પણ બહાર આવ્યું હતું.

આ અંગે ચંદવાસા ગામના કાવજીભાઈ પુનાજી ચોળાવીયાએ વિજયનગર પોસ્ટમાસ્તરને બરતરફ કરવા અથવા બદલી કરવાની માંગણી કરી હતી. જે મામલાને અઢી મહિના વિત્યા છતાં જિલ્લા પોસ્ટમાસ્તર દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરવામાં આવતા હવે ગામલોકોએ આ મામલે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જોકે આ અંગે જિલ્લા સુપ્રિટેન્ડન્ટ પોસ્ટ માસ્તર બાલાજી સુબ્રમણિયમનો સંપર્ક સાધતાં તેમણે ચંદવાસા પોસ્ટમેન ભીમાજી સંગાથ વિરુદ્ધની રજુઆત મળી હોવાનું જણાવી આગામી સપ્તાહમાં જ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો