ટીડીઓને લેખિત રજૂઆત:વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખના મતવિસ્તાર ઈટાવડીમાં રસ્તા મુદ્દે યુવાનો ઉપવાસ પર

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવાનો આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. - Divya Bhaskar
યુવાનો આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.
  • તાજેતરમાં જ મામલતદાર ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી, ઉકેલ ન લાવતાં વિરોધ

વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખના મત વિસ્તારના ઈટાવડીમાં રસ્તાના મામલે ગામના યુવાનો આગેવાનોએ સોમવારે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ગ્રમજનો દ્વારા રસ્તા બાબતે ગ્રામ પંચાયત સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કામ ના થતાં ગ્રમાજનોએ ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો હતો.

આ અંગે ઈટાવડી ગામના રણજીભાઈ દલજી મોડિય, વિસરામ સવજીભાઈ મોડિયા, અજયકુમાર ભીખાભાઇ પટેલ તથા ધૂળજીભાઈ કાવજીભાઈ નિનામાના જણાવ્યા અનુસાર અમારા ઈટાવડી ગામમાં ગ્રામ પંચાયતથી હાથમતી નદી સુધી જતા બિસ્માર રસ્તા અને ગટર લાઇન બાબતે અમોએ અનેકવાર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

દિવસ અગાઉ જ અમો ગામના યુવાનો અને આગેવાનોએ ગ્રામ પંચાયતના તલાટી સ્નેહલબેન ડામોર તથા તાલુકા પંચાયતમાં ટીડીઓને આ રસ્તા મામલે કાર્યવાહી કરવાની રજૂઆત કરી ઉપવાસ ઉપર બેસવાની તાકીદ કર્યા બાદ તલાટી દ્વારા રસ્તાનું કામ ચાલુ કરવાની બાંહેધરી આપ્યા બાદ પણ કોઈજ કાર્યવાહી નહીં કરવામાં આવતા આજે અમો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છીએ. જ્યા સુધી રસ્તા ગટરનું કામ નહીં થાય ત્યાં સુધી અમો ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું.

અત્રે ઉલ્લેખનિય છે કે ઈટાંવડી ગ્રામપંચાયત વિસ્તાર તાલુકા પંચાયતના પ્રમુખ દિપક ભાઈ નિનામાના મતવિસ્તારમાં આવતો હોવા છતાં લોકોએ રસ્તા ગટર માટે આંદોલન કરવા પડી રહ્યા છે. ત્યારે તાલુકા પ્રમુખ આ મામલે ઘટતી કાર્યવાહી કરે અને લોકોના પ્રશ્નનો ઉકેલ લાવે તેવી પણ લોકોએ માંગણી ઊઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...