આવેદન:વિજયનગર ગ્રામ પંચાયત ચૂંટણીમાં મુસ્લિમ વિસ્તારમાં સ્ત્રી ઉમેદવાર જાહેર કરતાં વિરોધ

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત ચાર ટર્મથી મુસ્લિમ વિસ્તારમાં ઇરાદાપૂર્વક સ્ત્રી ઉમેદવારને જાહેર કરતાં ચૂંટણી બહિષ્કાર સાથે મામલતદારને આવેદન પાઠવ્યું

વિજયનગર પં.ની ચૂંટણીમાં સતત 4 ટર્મથી મુસ્લિમ વિસ્તારમાં ઇરાદાપૂર્વક સ્ત્રી ઉમેદવાર જાહેર કરવાના નિર્ણયના વિરોધમાં તથા વોર્ડ સંરચના બાબતે વિરોધ મામલે અગામી સમયમાં યોજાનારી પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે વિજયનગર મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને સંબોધીને વિજયનગર મામલતદારને ગુરુવારે આવેદન આપ્યુ હતું.

વિજયનગરમાં મુસ્લિમ મહોલ્લામાં 100થી વધુ પરિવારના વસવાટ કરે છે. પરંતુ વિજયનગર પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સતત 4 ટર્મથી મુસ્લિમ વિસ્તારમાં સીમાંકન બાદ પણ ઇરાદાપૂર્વક સ્ત્રી ઉમેદવાર જાહેર કરાતાં વિજયનગર પંચાયતના મુસ્લિમ અગ્રણીઓને ચોક્કસ માહિતી મળતાં મુસ્લિમ વોર્ડના મતદારોએ સરકારી તંત્રના આવા મનઘડત નિર્ણયનો સખ્ત શબ્દોમાં વિરોધ દર્શાવવા કલેક્ટરને રજૂઆત કરી છે અને આ ષડયંત્રમાં સામેલ પંચાયતના કર્મચારીઓ તથા સામેલ અન્ય લોકો સામે જરૂરી કાર્યવાહી કરવા અને વોર્ડ રચના બાબતે પુનઃ વિચાર કરવા માગ કરી છે.

સાથે જ મુસ્લિમ જમાત ની માંગણી અંગે કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાય તો જમાત દ્વારા વિજયનગર પંચાયતની સામાન્ય ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે. સાથે જ મુસ્લિમ જમાત દ્વારા આ મામલે માનવ અધિકાર આયોગને પણ લેખિત રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...