કોર્ટનો નિર્ણય:જમીનની તકરારમાં વિજયનગર કોર્ટે 3 ને 1 વર્ષ, 1 ને 4 વર્ષ અને 1 ને 1 વર્ષની સજા કરી

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ અગાઉ જમીનમાં વાડમાંથી ઝેડું હટાવવા બાબતે તકરાર થઇ હતી

વિજયનગરમાં 10 વર્ષ અગાઉ જમીનની તકરારમાં થયેલી સામસામી ફરિયાદમાં વિજયનગર કોર્ટે બન્ને પક્ષકારોને સજા ફટકારી છે. જેમાં સામસામા કેસમાં ત્રણ આરોપીઓને એક વર્ષની સજા, એકને ચાર વર્ષની તથા અન્ય એકને એક વર્ષની સજા ફટકારતાં ચકચાર મચી છે.

વિજયનગરમાં દસ વર્ષ અગાઉ જમીનમાં વાડમાંથી ઝેડું હટાવવા બાબતે વિજયનગરના મનહરભાઈ વલજીભાઈ પટેલ, કનુભાઈ વાલજીભાઈ પટેલ, રમણભાઈ વલજીભાઈ પટેલ (કલાલ) અને મગનભાઈ કાળાભાઈ પટેલ તથા શાંતિભાઈ કાળભાઈ પટેલ(કલાલ)વચ્ચે તકરાર થઈ હતી. જેમાં બન્ને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાતાં જેનો કેસ વિજયનગર કોર્ટમાં ચાલી જતાં ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ કે. ડી. વિડજા દ્વારા સાહેદોની જુબાની, ડોક્ટરની જુબાની તથા તપાસ કરનાર અમલદારની જુબાની આધારે બન્ને પક્ષકારોને સજા ફટકારી હતી. જેમાં મનહરભાઈ વલજીભાઈ પટેલ ,કનુભાઈ વાલજીભાઈ પટેલ તથા રમણભાઈ વલજીભાઈ પટેલ (કલાલ)ને ઈપીકો 323 અને 324માં કુલ 1 વર્ષની સજા તથા 2000 રૂપિયાનો દંડ, જ્યારે મગનભાઈ કાળાભાઈ પટેલ(કલાલ)ને ઈપીકો 323,325હેઠળ 4 વર્ષની સજા અને રૂપિયા 3000નો દંડ જ્યારે શાંતિભાઈ કાળાભાઈ પટેલ(કલાલ) ને એક વર્ષની સજા તેમજ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા વિજયનગરમાં ચકચાર મચી હતી.

વિરેશ્વરમાં વાડ તોડવાના કેસમાં 3ને 6 માસની સજા
વિજયનગરના વિરેશ્વરમાં 2013માં કાંતિભાઈ રામજીભાઈ ડાભી દ્વારા પોતાની માલિકીની જમીનમાં લોખંડના તારની ફેન્સિંગની વાડ કરાઇ હતી. જે તાર ફેન્સિંગની વાડ ને વિરેશ્વર ગામના કાળાભાઈ મોતીભાઈ પારગી તેની પત્ની આશાબેન તથા રમેશભાઈ નાનજીભાઈ અસારીએ વાડને તોડી નાખી રૂ. 50હજારનું નુકસાન કરતાં કાંતિભાઈ રામજીભાઈ ડાભીએ કાળાભાઈ મોતીભાઈ પારગી તેની પત્ની આશાબેન તથા રમેશભાઈ નાનજીભાઈ અસારી વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા કેસ વિજયનગર ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ કે. ડી. વિડજાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણેયને ઈપીકો 427 ના ગુનામાં છ માસની સજા તથા 500 દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...