ધરપકડ:યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી વીડિયો ઉતારનાર ઝડપાયો

વિજયનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગરના પાલના યુવકે વીડિયો ઉતાર્યો હતો

વિજયનગરના એક ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી અંગત પળોનો વીડિયો ઉતારી સોશિયલ મિડીયા પર અપલોડ કરી બદનામ કરમારા પાલના યુવકની ચિઠોડા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી સર્કલ પીઆઇને સોંપી દીધો હતો.

વિજયનગરના એક ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી અંગત પળોનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર અપલોડ કરી બદનામ કરમારા ઈડરની તક્ષશિલા સોસાયટીમાં રહેતા અને મૂળ પાલ ગામના પ્રિયાંશું સુરેશભાઈ સોલંકી વિરુદ્ધ યુવતીએ મંગળવારે રાત્રે નોંધાવેલી ફરિયાદના ગણતરીના કલાકોમાં ચિઠોડા પીએસઆઈ એમ.એચ. પરાડિયાએ આરોપી યુવકને તેના પાલ ગામમાંથી ઝડપી લીધો હતો અને તેને તપાસ અધિકારી સર્કલ ઇન્સ્પેકટર સી.એમ.ગમારને સોંપી દેવામાં આવ્યો હોવાનું પીએસઆઈ એમ.એચ.પરાડિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...