હુમલો:વિજયનગરના ભુપતગઢના યુવક પર ઉખલાડુંગરીના શખ્સોનો હુમલો

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના વરઘોડામાં થયેલ બોલાચાલીની અદાવત રાખી

વિજયનગરના ભૂપતગઢનો યુવક લગ્નમાં વરઘોડામાં વિરપુર જતા જ્યાં ડાન્સ કરવા બાબતે ઉખલાડુંગરી ગામના યુવક સાથે બોલાચાલી થતાં જેની અદાવત રાખી ભુપતગઢ ના યુવકને ઉખલાડુંગરીના યુવક અને તેના અન્ય ચાર સાથીઓએ લાકડીઓથી માર મારતા પાંચ શખ્સો વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ભૂપતગઢનો રાહુલભાઇ દલાજી અસારી ગત 14 તારીખે પોતાનાં ભત્રીજા ચિરાગ સાથે તેના મિત્ર નિલેશભાઈ મેણાતના લગ્નમાં વરઘોડામાં વિરપુર ગયો હતો. જ્યાં ડાન્સ કરવા બાબતે ઉખલાડુંગરીના કલ્પેશ ગુર્જર સાથે બોલાચાલી થઇ હતી.

દરમિયાન રસ્તામાં પૃથ્વીલોકના પ્રતિક પારેગીની કારમાં આવેલા કલ્પેશે રાહુલનું ટ્રેક્ટર ઉભું રખાવી તે વરઘોડા માં કેમ બોલાચાલી કરી હતી કહી રાહુલને ટ્રેક્ટર પરથી નીચે ખેંચી લીધો હતો જે સમયે પરોસડાના ભરત વીરજી નિનામા, કલ્પેશભાઈનાં ભાઈ, આતરસુંબાના રાહુલ ડોડિયાર અને અન્ય એક શખ્સે રાહુલને લાકડીઓ અને ગડદાપાટુનો માર મારી મારી નાખવાની કોશિશ કરતા રાહુલ અને તેના ભત્રીજા ચિરાગે બૂમાબૂમ કરતા રાહુલને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા. આ બનાવ મામલે ઘાયલ રાહુલના ભાઈ મહેન્દ્રે પાંચ શખ્સો વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...