કાર્યવાહી:વિજયનગરના ટીંટારણ ત્રણ રસ્તા પાસે દારૂ સાથે બે ઝબ્બે

વિજયનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ,મોબાઈલ, કાર મળી કુલ રૂ.3.79 લાખનો મુદ્દામાલ જપ્ત

વિજયનગર તાલુકાના ટીંટારણ ત્રણ રસ્તા નજીકથી વસાઈ તરફથી આવતી કારમાંથી મંગળવારે રૂ.74,400ના વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા. વિજયનગર પોલીસને બાતમી મળી હતી કે વસાઈ ઘાંટા તરફથી વિજયનગરના ટીંટારણ ત્રણ રસ્તા તરફ વિદેશી દારૂ ભરેલી કાર(આરજે-27-સીજે-6912) નીકળનાર છે. જેના આધારે જે બાતમી આધારે પોલીસ સ્ટાફ દ્વારા વસાઈ ઘાંટા તરફથી વિજયનગરના ટીંટારણ ત્રણ રસ્તા નજીક બુધવારે સવારે વોચ ગોઠવી હતી.

કાર આવતા પોલીસે અટકાવી તલાશી લેતા કારની ડેકીમાં ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.74,400નો વિદેશી દારૂ,મોબાઈલ, કાર મળી કુલ રૂ.3,79,400નો મુદ્દામાલ સાથે કારચાલક રાજસ્થાનના ઉદયપુર ના 23 કર્મચારી કોલોની રામપુરા ચોરાહા ઉદયપુર સીટીના મુકેશ હિરાલાલ ઓડ અને જીતેશ કૈલાશજી ઓડને ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...