તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પત્ની પિયર જતી રહેતાં કણાદરના યુવકે ફાંસો ખાધો

વિજયનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય બોલાચાલીમાં પત્ની જતી રહી હતી
 • 13 વર્ષના પુત્ર-7 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

વિજયનગરના કણાદરના 35 વર્ષીય યુવકની પત્ની સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ પત્ની પિયર જતી રહેતા પતિના મનમાં લાગી આવતા તેણે ગુરુવારે રાત્રે હાથમતી નદી કાંઠેના ખેતર નજીકના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા 13 વર્ષના પુત્ર અને 7 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ અંગે મૃતકના ભાઈએ ચિઠોડા પોલીસ મથકમાં જાણ કરી હતી.

ચિઠોડાના કણાદર બીટ જમાદાર રમેશભાઈ વજાજી સોલંકીના જણાવ્યા અનુસાર કણાદરના સર્જનભાઈ લાલજીભાઈ પાંડોર અને તેમની પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં સર્જનભાઈની પત્ની પિયર જતી રહેતા સર્જનભાઈને મનમાં લાગી આવતા ગુરુવારે રાત્રે 12 વાગ્યા થી શુક્રવારે સવારે 9:30 દરમ્યાન હાથમતી નદી કાંઠે તેમના ખેતર નજીકનાં ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના ભાઇ પ્રકાશને થતાં ચિઠોડા પોલીસ મથકમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો