વાઇરલ:આરક્ષણ આંદોલનમાં પાલ સરપંચનો વીડિયો વાયરલ થયો

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં આરક્ષણ આંદોલનમાં વિજયનગરના પાલ સરપંચનો વિડીયો વાયરલ થતાં ચિઠોડા પોલીસ દ્વારા સરપંચના જવાબ લેવામાં આવ્યા હોવાનું ચિઠોડા પીએસઆઇએ જણાવ્યું હતું. કાંકરી ડુંગરી પહાડી પર શિક્ષક ભરતી મામલે થયેલા તોફાનો મામલે પાલ સરપંચ ગણપતભાઈ ડામોરનો વિડીયો વાયરલ થયો હતો. જેની જાણ સાબરકાંઠા આઈબી દ્વારા ચિઠોડા પીએસઆઇ ને કરાતાં પીએસઆઇ અર્જુનકુમાર જોષી નો સંપર્ક સાધતાં તેમણે પાલ સરપંચ ગણપત ભાઈ ડામોરની રાજસ્થાનના આંદોલનમાં વિડીયો વાયરલ થવા અંગે જવાબ લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...