તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિજયનગરના ચંદવાસાના પોસ્ટમેનનની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીને સમયસર ઇન્ટરવ્યૂ લેટર ના મળતાં છાત્રાને સરકારી નોકરી ગુમાવવનો વારો આવ્યાની લેખિત ફરિયાદ વિજયનગર પોસ્ટ માસ્તરને કરી છે. સાથે વધુમાં આક્ષેપ કરાયા છે કે પોસ્ટમેન સમયસર ટપાલ નથી પહોંચાડતો, રજિસ્ટર હોય તો ખોટી સહી કરી કોઈ હાજર નથી લખી પરત કરે છે. ચંદવાસાના કાવજીભાઈ પુનાજી ચોળાવીયાએ વિજયનગર પોસ્ટમાસ્તર ને લખેલા પત્ર અનુસાર ચંદવાસાના ભીમાજી સિંગાજી સંગાથ ચંદવાસા પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે.
જેણે કાવજીભાઈની દિકરી રોશનાબેનનો તા. 12-11-2020ના રોજનો ઇન્ટરવ્યૂ લેટર કાવજીભાઈને 23-11-2020ના રોજ આપતાં રોશનાબેન ઇન્ટરવ્યૂ તારીખે સમયસર ન પહોચી શકતાં શિક્ષકની સરકારી નોકરીથી વંચિત રહેતા કાવજીભાઈએ તપાસ કરતા રોશનાબેનનો નો ઇન્ટરવ્યૂ લેટર વિજયનગર પોસ્ટ ઓફિસમાંથી તા. 05-11-2020ના રોજ રવાના કરાયો હતો. જે પોસ્ટમેન ભીમાજીની બેદરકારી ને કારણે સમયસર નહીં મળ્યાનું જાણવા મળતાં કાવજીભાઈએ વિજયનગર પોસ્ટમાસ્તરને લેખિત ફરિયાદ કરી હતી.પોસ્ટમેનના કારણે છાત્રાએ નોકરી ગુમાવ્યાનું જણાવ્યું છે.
ફરિયાદની વડી કચેરીએ જાણ કરી છે:પોસ્ટમાસ્તર
આ અંગે વિજયનગર પોસ્ટમાસ્તર પીઆર સાડાતે જણાવ્યું કે ચંદવાસા પોસ્ટમેનની બેદરકારી અંગે કાર્યવાહી કરવાની સત્તા પોતાના અધિકાર ક્ષેત્ર ની નહીં હોવાનું જણાવ્યું હતું. સાથે જ ભીમાજી સંગાથની ફરિયાદ બાબતે વડી કચેરીને જાણ કરી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.