તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:વિજયનગરના અભાપુરનું શારણેશ્વર મંદિર પોળોનાં મહારાણીની શિવભક્તિનું સ્થાનક છે

વિજયનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોળોની મહારાણીની શિવભક્તિ અંગે મહારાવે ટીખળ કરતાં ભગવાન શિવે મહારાણીને સપનામાં આવી શારણેશ્વર મંદિરની જગ્યાએ ખાડો ખોદવાનું કહેતાં ભગવાન શારણેશ્વર સ્વયં ભૂ પ્રગટ થયા

સિરોહિની રાજકુંવરી અને પોળોની મહારાણીની શિવભક્તિ અભાપુરનું શારણેશ્વર મંદિરના નિર્માણનું મુખ્ય કારણ બન્યું હતું. લગ્નના બીજા દિવસે પોળોની મહારાણી શિવપૂજા વિના અન્નજળ નહીં લેવાની વાત મહારાવના ધ્યાને આવતા મહારાવે મહારાણીની શિવભક્તિ અંગે ટીખળ કરતાં ભગવાન શિવજીએ રાતે સ્વપ્નમાં આવી આજના શારણેશ્વર મંદિરની જગ્યા પર ખાડો ખોદવાનું જણાવતા ભગવાન શારણેશ્વર સ્વયંભુ પ્રગટ થતાં મહારાવે 15મી સદીમાં આ પ્રાચીન શિવપંચાયત મંદિરનું નિર્માણ કર્યું હતું.

રિયાસત કાળમાં પોળોના મહારાવના લગ્ન રાજસ્થાનના સિરોહીના રાજકુંવરી સાથે લગ્ન કર્યા હતા. જે રાજકુંવરી સિરોહીમાં વિદ્યમાન શારણેશ્વર મહાદેવના પરમ ભક્ત હતા અને તેઓએ આજીવન શિવ પૂજા વિના અન્નજળ નહીં ધારણ કરવાની ટેક લીધી હતી. લગ્નબાદ સાસરી પોળોમાં પરણીને આવેલા મહારાણી એ બીજા દિવસે પોળોમાં શિવ મંદિર અંગે પૃચ્છા કરતા શિવાલય નહીં હોવાનું ધ્યાને આવ્યું હતું અને પોતાની ટેક મુજબ મહારાણીએ અન્નજળ નહીં લીધા હોવાનું તેમના પતિ અને પોળોના મહારાવની ખબર પડતાં તેમણે મહારાણી ની શિવભક્તિ અંગે ટીખળ કરી હતી.

અને લગ્ન બાદ પતિ જ પત્નીનો ભગવાન હોવાનો મહારાણી ને ટોણો મારી ભોજન કરવા આગ્રહ કર્યો હતો. લોકવાયકા અનુસાર તે રાત્રે ભગવાન શિવજીએ પોતાની પ્રખર ભક્ત મહારાણીની ભક્તિ ખાતર મહારાવને સ્વપ્નમાં આવી આજે શારણેશ્વર મંદિર છે ત્યાં ખાડો ખોદવાનું જણાવતા સ્વયંભુ શિવલિંગ પ્રગટ થતાં મહારાવે ભૂલ સ્વીકારી શિવપંચાયતન શારણેશ્વર મંદિરની સ્થાપના કર્યા બાદ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું.અનુસંધાન-પેજ-2-પર...

અન્ય સમાચારો પણ છે...