તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ચીકણાના લોકો ખરાબ રસ્તા મામલે ચૂંટણી બહિષ્કાર કરશે

વિજયનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું

વિજયનગરના ચીકણાના લોકો ખરાબ રસ્તાના કારણે હેરાન-પરેશાન થઇ ગયા છેી તંત્રને વારંવાર ધ્યાન દોરવા છતાં રસ્તો ન બનતા આખરે ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે વિજયનગર મામલતદારને આવેદન આપ્યું હતું.ચીકણાના રાયમલભાઇ, શંકરભાઇ અને અંજુબેન પરમારના જણાવ્યાનુસાર જાલેટીપંચાયતના ચીકણાને સારોલીના અસોડા ફળિયા સુધીના ડામર રસ્તાથી જોડતો રસ્તો સાવ કાચો અને પથરાળ હોવાના કારણે વાહનો પણ ગામમાં આવતા નથી અને લોકોએ બિમાર, પ્રસૂતા બહેનોને ઝોળીમાં નાંખી દવાખાને લઇ જવા સારોલી જવું પડે છે.

અમારા ગામને જોડતા કાચા રસ્તાનું ડામર કામ કરવા માટે તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં પણ કાર્યવાહી ન થતાં અમોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ગામ લોકોએ વિજયનગર મામલતદારને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો