તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટકોર:વિજયનગરમાં વનમહોત્સવમાં આરએફઓ ગેરહાજર રહેતાં ધારાસભ્યે ખૂલાસો માંગ્યો

વિજયનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર મામલતદારે બંને અધિકારીઓને નોટીસ પાઠવા જણાવ્યું

વિજયનગરના સારોલી ગામે આડાખોખરા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલુકા કક્ષાના 72માં વન મહોત્સવમાં વિજયનગર અને ધોલવાણી આરએફઓ ગેરહાજર રહેતા ધારાસભ્યએ ખુલાસો માંગ્યો હતો. સાથે જ વિજયનગર મામલતદારના નામની ઘોષણામાં પણ પ્રોટોકોલ નહીં સચવાતા ધારાસભ્યે ટકોર કરી હતી.

સારોલી ગામે આડાખોખરા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બુધવારે ખેડબ્રહ્મા ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિનભાઈ કોટવાલની અધ્યક્ષતામાં અને વિજયનગર મામલતદાર પી.જી.ચૌહાણ, ટીડીયો મૌલિકકુમાર શર્મા, જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ નટવરસિંહ ભાટી, જિલ્લા આદિજાતિ મોરચાના પ્રભારી રણજીતસિંહ પાંડોરની ઉપસ્થિતિમાં 72માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં વિજયનગર મામલતદારના નામની ઘોષણા બાબતે પ્રોટોકોલ નહીં જળવાયો હોવા બાબતે અને વન વિભાગના આ કાર્યક્રમમાં નિમંત્રક એવા વિજયનગર આરએફઓ ડી.આર. મકવાણા અને ધોલવાણી આરએફઓ જ્યેન્દ્રસિંહ વાધેલા કાર્યક્રમમાં ગેરહાજર રહેતા ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બાબતે ખુલાસો માંગ્યો હતો. વિજયનગર મામલતદાર પી.જી.ચૌહાણે બંને અધિકારીઓ પાસેથી ગેરહાજર રહેવા બાબતે નોટીસ આપી ખુલાસો માંગી ધારાસભ્યને જાણ કરવાનુ જણાવ્યુ હતું.

વિજયનગર અને ધોલવાણી આરએફઓનુ નિવેદન

  • વિજયનગર આરએફઓ ડીઆર મકવાણાએ જણાવ્યુ કે મામલતદારે વણઘોલ ગામની જમીન પચાવી પડાઇ હોવા બાબતનો તપાસ અહેવાલ મંગાવતા તેની કામગીરીમાં વ્યસ્ત હતો.
  • ધોલવાણી આરએફઓ જ્યેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે પોળોમાં એન્ટ્રી ફી વસૂલવાના પ્રકરણમાં કલેક્ટરને અહેવાલ આપવાની કામગીરીમાં વ્યસ્ત હોઇ વનમહોત્સવમાં હાજર રહી શકાયુ ન હતું.
અન્ય સમાચારો પણ છે...