માંગ:વિજયનગર તાલુકાની યુવતી સાથે દુષ્કર્મ કરનાર વિરુદ્ધ ફરિયાદની માંગ સાથે અન્દ્રોખા આશ્રમનું બજાર બંધ રહ્યું

વિજયનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપી સામે કાર્યવાહી કરવાની બાંહેધરી આપતાં બજાર પૂર્વવત થયું

વિજયનગર તાલુકાના એક ગામની યુવતી સાથે ગુરુવારે રાત્રે દુષ્કર્મ કરનાર અન્દ્રોખા ના શખ્સ સામે ફરિયાદ કરવાની આતરસુંબા તાલુકા સદસ્યની આગેવાનીમાં ટોળાએ માંગણી કરી હતી. જેમાં શુક્રવારે અન્દ્રોખા આશ્રમનું બજાર બંધ થઈ ગયું હતું. જે ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આ ઘટનામાં સામેલ આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા બાંહેધરી આપતાં બજાર પૂર્વવત થયા હતા.

વિજયનગર તાલુકાના એક ગામની યુવતી સાથે અન્દ્રોખા ગામના સકારાજી રબારીએ યુવતી સાથે ગુરુવાર રાત્રે દુષ્કર્મ કરતાં તેની સામે ફરિયાદ કરવાની આતરસુંબા તાલુકા સદસ્ય પ્રિયાંકબેનની આગેવાનીમાં ટોળાએ અન્દ્રોખા આશ્રમ ખાતે એકત્ર થઇ માંગણી કરી હતી. જેમાં શુક્રવારે અન્દ્રોખા આશ્રમનું બજાર બંધ થઈ ગયું હતું.

જે ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ ઘટનામાં સામેલ સકરાજી વિરુદ્ધ કાર્યવાહી કરવા બાંહેધરી આપતાં બજાર પૂર્વવત થયા હતા. વિજયનગર પી. એસ.આઈ.લલિતસિંહ રાણાએ જણાવ્યું કે 12 વર્ષની સગીરા રાત્રે અમને અન્દ્રોખા બસ સ્ટેશન પર પેટ્રોલિંગ દરમ્યાન મળતાં અમે પૂછપરછ કરી સુરક્ષિત ઘરે પહોંચાડી હતી.

જ્યાં તેના પિતાએ આટલી મોડી ક્યાં ગઇ હતી તેમ પૂછતા અને મારવા જતા પોલીસે તેના પિતાને અટકાવ્યા હતા અને તેના પિતાને દીકરી સાથે કોઈ અનિચ્છનિય બનાવ બન્યો હોય તો સવારે પોલીસ ફરિયાદ કરવા જણાવી પોલીસ સગીરાના ઘરે થી પરત ફરી હતી.વધુમાં સગીરાએ પોલીસને તેની સાથે કોઈ દુષ્કર્મ થયું હોવાનું પણ જણાવ્યું ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...