તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વણજથી ખેરવાડા વચ્ચેના વળાંકમાં જીપ પલટી, યુવકનું ઘટનાસ્થળે મોત

વિજયનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય યુવક ઘાયલ, અકસ્માત કરી ગાડી ચાલક છૂ

વિજયનગરના વણજ થી ખેરવાડા વચ્ચે વળાંકમાં રાજસ્થાનના કાંતરવાસ થી ઈડર તરફ જતી જીપ પલટતાં કાંતરવાસના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરી ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો.

ઉદયપુરના ખેરવાડાના કાંતરવાસનો વિજય થાવરાજી ડામોર (30) ગત ચાર વર્ષથી બનાસકાંઠાના પાલનપુરમાં બોરવેલ ની ગાડી ઉપર નોકરી કરતો હતો. જે ચોમાસામાં બોરની ગાડી બંધ હોઈ ગત એકાદ મહિનાથી ઘરે હતો. સોમવારે રાત્રે જીપ નંબર આર. જે.27 યુ.0254માં ઈશ્વરભાઈ ગરાસિયા સાથે નોકરી જવા નીકળ્યો હતો. જેમાં તેઓની જીપ રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે વણજ અને ખેરવાડા વચ્ચે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં વળાંકમાં પલટી જતાં વિજય થાવરાજી ડામોરનું મોત થયુ હતું. બનાવ બાદ જીપ ચાલક જીપ મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ પુશ્પેન્દ્ર થાવરાજી ડામોરે જીપ ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં મંગળવારે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...