કાર્યવાહી:વિજયનગરના ચિતરીયામાં સંચરાઇ માતાના મંદિરની દાનપેટી સળગાવાઇ

વિજયનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાનપેટીની ચલણી નોટોને નુકસાન થયુ હતું. - Divya Bhaskar
દાનપેટીની ચલણી નોટોને નુકસાન થયુ હતું.
  • મંદિરની સુરક્ષામાં લગાવાયેલ સીસીટીવીને પણ નુકસાન કર્યું
  • મંદિરના પૂજારી, તેના ભાઈ અને અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વિજયનગરના ચિતરિયામાં સંચરાઇ માતાજી મંદિરની દાન પેટીમાં સળગતી અગરબત્તી, રૂ ની દિવેટ અને પાણી નાંખી દાનની રકમ અને મંદિરની સુરક્ષામાં લગાવાયેલ સીસીટીવીને નુકસાન કરતાં મંદિર ટ્રસ્ટના પ્રમુખે શંકા આધારે મંદિરના પૂજારી તેના ભાઈ અને અન્ય શખ્સ વિરુદ્ધ ચિઠોડા પોલીસમાં સોમવાર સાંજે ફરિયાદ નોંધાવી હતી.

મંદિર ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ જીવાભાઈ ઘોઘરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ચિતરિયામાં સંચરાઇ માતાજી મંદિરમાં મૂકેલ દાનપેટી તા. 27-12-2021ના રોજ ટ્રસ્ટ ના પ્રમુખ રાકેશભાઈ તથા સભ્યોની હાજરીમાં ખોલાતાં દાનપેટીનેમાં ભેગી થયેલી રકમને દાનપેટી ઉપરથી સળગતી અગરબત્તી, રૂ ની દીવેટ અને પાણી નાંખી નુકશાન કર્યાનું માલૂમ પડતાં સીસીટીવી કેમેરાની તપાસ કરતાં સીસીટીવી કેમેરાને પણ નુકશાન કરાયું હોવાનું માલૂમ પડ્યું હતું.

આ બનાવ અંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ ઘોઘરા દ્વારા શંકા આધારે મંદિરના પૂજારી દિનેશભાઈ થાવ્રાજી નિનામા તેના ભાઈ વીરચંદ અને મૂળ રાજસ્થનના ઝડોલના વીરપુર ઘાંટિયાના અને ચિતરીયામાં રહેતા સળુંભાઈ ભેરાજી કલાસવા વિરુદ્ધ ચિઠોડા પોલીસ મથકમાં સોમવારે સાંજે ફરિયાદ નોંધાવતા પોલીસે મંદિરના પૂજારી દિનેશભાઈ થાવ્રાજી નિનામા તેના ભાઈ વીરચંદ અને સળુંભાઈ ભેરાજી કલાસવા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...