તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:વિજયનગર પંથકમાં નવોઢાએ પોતાની પહેલી હોળી પિયરમાં કરવાની પ્રાચીન લોકપ્રથા આજે પણ જીવંત

વિજયનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળીમાં નવજાત બાળકોને તેમની પ્રથમ હોળીએ ઢૂંઢાડવામાં આવે છે

સાબરકાંઠાથી માંડી, અરવલ્લી, મહિસાગર દાહોદ પંચમહાલ, નર્મદા અને છોટાઉદેપુરના રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદે વસેલા તાલુકાઓમાં આજેપણ રાજસ્થાની મધ્યપ્રદેશના ભાતીગળ તહેવારો પ્રથાઓ રૂઢિઓનું રિવાજો નું વિશેષ અને આગવું મહત્વ રહ્યું છે. હોળીમાં નવજાત બાળકોને તેમની પ્રથમ હોળીએ ઢૂંઢાડવાની હોળી અને ધુળેટીએ બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવાની બાળકના સગાવ્હાલાઓ દ્વારા બાળક અને તેમના પરિવારને ભેટ સોગાદો આપવાની કાર્યક્રમ નિમિતે બાળકના પરિવાર દ્વારા ભોજન સમારંભ રાખવાની અને સુંવાળીઓ વહેંચવાની સાથે સાથે નવપરણિતો દ્વારા હોલિકાની પ્રદક્ષિણા કરવાની પરંપરા, નવોઢા એ તેની પહેલી હોળીએ પિયર માં રહેવાની પ્રાચીન લોક પ્રથા આજે અકબંધ પણે જળવાઈ રહી છે. જેમાં સૌથી વધુ મહત્વ રાજપૂત, ક્ષત્રિયો, ગરાસિયા પરિવારો અને આદિવાસી પરિવારોમાં રહ્યું છે જ્યાં આ પ્રસંગે ઢોલ કુંડી અને લેઝીમના તાલે યુવાનો ઘેરૈયા બની રંગોત્સવ મનાવતા જોવા મળતાં હોય છે.

જેમાં ઢૂંઢ અને હોળી ફરવાની પરંપરા આગવું સ્થાન ધરાવે છે. જેમાં જે યુવક યુવતી એ હોળી પૂર્વે અથવા પશ્ચાત લગ્ન કર્યા હોય તેમણે હોળી અને ધુળેટીએ હોળી ફરવા ની એટલેકે હોળી ની પ્રદક્ષિણા કરવાની, પરિવાર માં નવજાત બાળક જન્મ્યું હોય અને તેની પ્રથમ હોળી હોય તો તે પરિવાર ના આંગણે ઢૂંઢ નો ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં દિકરી કે દિકરો જે જન્મ્યું હોય તેને હોળી ની રાત્રે અથવા ધુળેટી ની સાંજે ઢૂંઢાડવામાં આવે છે જેમાં બાળકનો સમગ્ર પરિવાર પોતાના સગાવ્હાલાઓ મિત્ર મંડળ સાથે હોળી ચોકમાં આવે છે જ્યાં ગરાસિયા પરિવાર ના સભ્ય હોળી ના ઢોલ સાથે બાળક ને તેના મામા બાળકને તેડી ને હોળી ની સાત યા અગિયારવાર પ્રદક્ષિણા કરાવે છે. જેમાં બાળકની માતા, ફોઈ તમામ પરિવાર પણ જોડાય છે. અને હોલિકા માતાને શ્રીફળ, ધાણી, ખજૂર અને સાકર ના હારડાઓ ધરાવી પૂજા અર્ચના કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો