ત્રાસ:વિજયનગરની પરિણીતાને તું ગમતી નથી કહી તગેડી મૂકી

વિજયનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીજા લગ્ન કરવા છે કહી પતિ ત્રાસ આપતો

વિજયનગરની પરિણીતાને તેના પતિએ તું મને ગમતી નથી મારે બીજા લગ્ન કરવા છે કહી ત્રાસ આપતાં પરિણીતાએ ગુરુવારે સાંજે તેના પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ચિઠોડાની સોનલબેનના લગ્ન વિજયનગરના હિમાંશુ જગદીશભાઈ ડાભી સાથે થયા હતા. જેમાં હિમાશુંએ લગ્નના એકાદ વર્ષ બાદ જ સોનલબેનને ઘરના કામકાજમાં વાંક ગુના કાઢી તું મને ગમતી નથી મારે બીજા લગ્ન કરવા છે કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.

જેમાં સોનલબેનના સસરા જગદીશ ભાઈ અને સાસુ આશાબેન પણ સોનલબેનને ત્રાસ આપવામાં તેના પુત્ર હિમાંશુ ને ચઢામણી કરતાં હોઈ સોનલબેને તેમના પતિના ત્રાસથી કંટાળી જઈ ગુરુવારે સાંજે તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...