હાલાકી:વિજયનગરના કંથારિયાના બુસીવડલીમાં અપૂરતા વીજપુરવઠાથી હાલાકી

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગરના ખોખરા પંથકના કંથારીયાના બુસીવડલી વિસ્તારની પ્રજાને અપૂરતો વીજ પૂરવઠો મળતો હોઈ ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે. આ મામલે વીજ કંપનીના નાયબ નવીન ઈજનેર સ્થાનિક ખોખરાના વતની હોવા છતાં કામ ટલ્લે ચડતા કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી થઇ નથી. આ અંગે નાયબ ઈજનેર કરોવાભાઇએ જણાવ્યું કે બુસીવડલી વિસ્તારમાં જ્યાં નવીનડીપી મુકવાની છે ત્યા થાંભલા નાંખવા માટે જ્યાંથી લાઈન લઇ જવાની છે તે ડાંગર ના ખેતરોનો વિસ્તાર છે. જ્યાં ખેતરો ખુલ્લા થાય પછી નવરાત્રિથી દિવાળી સુધીમાં નવીન ડીપી નાખવાની કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...