આવેદન:બંધણા-શારણેશ્વર વચ્ચે હરણાવ નદી પર પુલ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં અને જ્યારે ડેમમાંથી પાણી છોડાય ત્યારે લોકોને હેરાન થયું પડે છે

વિજયનગર તાલુકાના અભાપુર ગ્રામ પંચાયતનાં બંધણા-શારણેશ્વર વચ્ચે હરણાવ નદી પર પુલનાં અભાવે ચોમાસામાં અને જ્યારે જયારે ડેમમાંથી પાણી છોડાય ત્યારે લોકો હેરાન થાય છે. જે અંગે વહીવટી તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઇજ કાર્યવાહી નહીં થતાં ગામલોકોએ કંટાળીને હરણાવ નદી ઉપર પુલ બનાવવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. વિજયનગર નાગરિક મંડળી નાં પૂર્વ ચેરમેન રામજીભાઈ પટેલ, બંધણા ગામના જગમલભાઈ રબારી, કૃષ્ણકાંત બારા, નારણભાઇનાં જણાવ્યા અનુસાર આંતરસુંબા, અભાપુર, શારણેશ્વર વિજયનગર પંચાયત હસ્તક માર્ગથી બંધણા ગામ માર્ગે કવેલ, બુજા, નલવા થઇ ફૂલવાની નાળ રસ્તે ઉદયપુરનો જાહેર રસ્તો છે.

જેમાં બંધાણા અને શરણેશ્વર વચ્ચે હરણાવ નદી પર હાલ ડીપ બનાવ્યો છે. જેમાં ચોમાસામાં અને જ્યારે જ્યારે ડેમમાંથી પાણી છોડાય ત્યારે નદીના પાણી ડીપ ઉપરથી પસાર થતાં સ્થાનિક લોકોએ કલાકો સુધી નદી કાંઠે પાણી ઉતરે નહીં ત્યાં સુધી બેસી રહેવું પડે છે અને લોકોએ હેરાન થવું પડે છે. જે અંગે વહીવટી તંત્રનું અનેકવાર પુલ બનાવવા ધ્યાન દોરવા છતાં કોઇ કાર્યવાહી નહીં થતાં આખરે કંટાળીને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...