તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વિજયનગરમાં વનવે ટ્રાફિકનો ST ચાલકો ઉલ્લંઘન કરતાં ટ્રાફિકજામ

વિજયનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી તંત્ર દ્વારા સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમ્યાન છતરિયાથી ટેલીફોન એક્સચેન્જ સુધી વનવે નો આદેશ કર્યો છે

વિજયનગર બસસ્ટેશનના સાંકડા રસ્તાઓ પર સામસામે વાહન પસાર નહીં થતાં ટ્રાફિક જામ થતો હોઈ સરકારી આદેશના ઉલ્લંઘન કરનાર એસટી બસ ચાલકો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

વિજયનગરમાં વર્ષો થી ગામના સાંકડા રસ્તાઓ ના કારણે તંત્ર દ્વારા સવારે સાત થી સાંજના સાત વાગ્યા દરમ્યાન ભારે વાહનો માટે છતરિયા થી ટેલીફોન એક્સચેન્જ સુધી વનવે નો આદેશ કરાયો હોવા છતાં ભિલોડા, ઉપલેટા, ઈડર અને હિંમતનગર ડેપોની તેમજ રાજસ્થાનના ડુંગરપુર ડેપોના એસટીના ચાલકો વનવે ટ્રાફિક ના આદેશનો સરેઆમ ઉલ્લંઘન કરતા બસસ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામ થાય છે. આ અંગે એસટી તંત્રને ગામલોકો, વેપારીઓ દ્વારા વારંવાર ધ્યાનદોરવા છતાં કેટલાક બસ ચાલકો મનસ્વી રીતે વર્તે છે.

આ અંગે ભિલોડા એસટી ડેપો મેનેજર શ્રીમાળીભાઈનું ધ્યાન દોરતા તેમણે આ અંગે બસ ચાલકોને સૂચના આપવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...