તસ્કરી:પરવઠ ગામે બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો રૂ. 89700નાં ઘરેણાં ચોરી ગયા

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કાલોલમાં રહેતાં પીએસઆઇ પુત્રના ઘરે ગયાને તસ્કરો ત્રાટક્યા

વિજયનગરના પરવઠ ગામના રહેતા વિધવા મહિલા ગત 13 તારીખે પંચમહાલ જિલ્લાના કાલોલમાં રહેતાં પુત્રના ઘરે ગયા હતા. જ્યાં તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળાં તોડી રૂ.89700ના ઘરેણાંની ચોરી કરી કરતા મહિલાએ ચિઠોડા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વિજયનગર તાલુકાના પરવઠ ગામના રહેતાં વિધવા ગંગાબહેન કાળુજી માલવીયાની 3 દીકરીઓના લગ્ન થઈ જતા સાસરીમાં રહે છે. જ્યારે તેમનો મોટો પુત્ર હિંમતસિંહ કચ્છમાં જીએસટી ખાતામાં ફરજ બજાવતા હોઈ ભુજમાં પરિવાર સાથે રહે છે.

જ્યારે બીજા નંબરનો પુત્ર મહોબતસિંહ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હોઈ તેઓ પરિવાર સાથે કાલોલમાં રહે છે. જ્યારે ગંગાબહેન એકલા પરવઠ ખાતે રહેતા હતા. જેઓ ગત 10મી તારીખે તેમના પુત્રના મહોબતસિંહના ઘરે કાલોલ ગયા હતા.

જ્યાંથી 13મી તારીખે દીકરી રીટાબેન સાથે પરવઠ આવ્યા ત્યારે તેમના ઘરના લોખંડના દરવાજાના તાળાં તૂટેલા જોતાં ચોરી થયાનું હોવાનું માલુમ પડતા ઘરમાં તપાસ કરતા ઘરમાં મુકેલી પેટીમાંથી સોનાની બુટ્ટી જોડ 1, મંગળસૂત્ર 1, સોનાની ચુની 1, સોનાની ચેન 1, ચાંદીના ઝાંઝર જોડ 1 મળી કુલ રૂપિયા 89,700ના ઘરેણાંની ચોરી કરી હોવાનું માલુમ પડતા ગંગાબહેને ચિઠોડા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...