મુલાકાત:શારણેશ્વર, પોળોના પુરાતત્વીય અવશેષો અજોડ, ડેક્કન યુનિવર્સિટી પૂણેના ચાન્સેલરે પોળોની મુલાકાત લીધી

વિજયનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેક્કન યુનિવર્સિટી પૂણેના ચાન્સેલરે પોળોની મુલાકાત લીધી - Divya Bhaskar
ડેક્કન યુનિવર્સિટી પૂણેના ચાન્સેલરે પોળોની મુલાકાત લીધી

વિજયનગર તાલુકાના અભાપુરના શારણેશ્વર, પોળોના પુરાતત્વીય અવશેષો ની સ્થાપત્ય શૈલી અજોડ હોવાનું સાબરકાંઠા જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન સાથે પોળોની મુલાકાતે આવેલા ડેક્કન યુનિવર્સિટી પૂણેના ચાન્સેલર અને મુંબઈના જાણીતા જૈન સ્થાપત્ય વિદે જણાવ્યું હતું. તેમણે પોળોની પ્રાચીનતા અને ભવ્ય મંદિરો, વાવના બાંધકામ આધારે પોળો પ્રાચીન નગર હોવાનું પણ જણાવ્યું હતું. અભાપુરના શારણેશ્વર મહાદેવ, જશવંતપુરાના સદેવંત સાવલિંગાના પ્રણય સ્મારકો, અન્દ્રોખાના શિવાલયો કીર્તિતોરણ અને પોળો જૈન મંદિર, વાવડી અને જંગલની કુદરતી સૌંદર્યતા પણ પ્રવાસીઓની સાથે સાથે પુરાતત્વીય અભ્યાસુઓના કેન્દ્ર સ્થાને રહ્યા છે.

જેમાં તાજેતરમાં જ જાણીતા પુરાતત્વ વિદ ઇતિહાસકાર અને પૂણેની ડેક્કન યુનિવર્સિટીના ચાન્સેલર ડો.જામખેડેકર અને મુંબઈના જાણીતા જૈન સ્થાપત્ય શૈલીના અભ્યાસુ ડો.પારૂલ પોરવાલે સાબરકાંઠા જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને પર્યાવરણ પ્રકૃતિ અને સ્થાપત્ય વિદ મયુરભાઈ રાઠોડ સાથે પોળો જૈન મંદિર, કુંડ અને શારણેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. જેઓએ અભાપુરના શારણેશ્વર, પોળોના પુરાતત્વીય અવશેષોની સ્થાપત્ય શૈલી તેમજ તેમાં નજરે પડતી નાગર, ફાર ઇસ્ટ અને બુદ્ધ સ્થાપત્ય શૈલીના અજોડ મિશ્રણનું સુભગ સમન્વય હોવાનું જણાવ્યું હતું.

ડો જામખેડેકરના જણાવ્યા અનુસાર 12 થી 13 મી શતાબ્દીના આ પ્રાચીન અવશેષોમાં ભારતની ત્રણ સ્થાપત્ય શૈલીઓ જોવા મળી જેમાં હિન્દુ જૈન અને બુદ્ધ શૈલીનો સમન્વય પણ જોવા મળ્યો. જે ભાગ્યેજ જોવા મળતો હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ પ્રાચીન તીર્થસ્થાનોના આધારે અહીં પ્રાચીન યુગમાં ભવ્ય નગર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...