તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વિજયનગરના વસાઈના સરપંચને મારમારી રૂ.70 હજાર, સોનાની ચેન, મોબાઈલની લૂંટ

વિજયનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના ગાંઠીયા ગામે સાઢુના ઘરે સત્સંગમાં જતા ડેરી ગામ નજીક 3 બાઇક પર આવેલા છ શખ્સોએ લૂંટ આચર્યાની પહાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

વિજયનગર તાલુકાના વસાઈ ગામના સરપંચ બાઇક પર પત્ની અને બાળકો સાથે ગત ગુરુવારે રાત્રે નવેક વાગ્યાના સુમારે રાજસ્થાનના ડેરી ગામ નજીક ગાંઠિયા ગામે સાઢુના ઘરે સત્સંગમાં જતાં સિતરા બોલ વળાંકમાં 3 બાઇક પર આવેલા 6 શખ્સોએ બાઇક થોભાવી હન્ટરથી મારમારી 70 હજાર રોકડા, દોઢ તોલાની સોનાની ચેન તથા મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સરપંચે અજાણ્યા છ શખ્સો વિરુદ્ધ પહાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિજયનગર તાલુકાના વસાઈ ગામના સરપંચ ચંદુભાઈ મનજીભાઈ ચૌહાણ બાઇક પર પત્ની ઉષાબહેન અને બાળકો સાથે ગત ગુરુવારે રાત્રે નવેક વાગ્યાના સુમારે રાજસ્થાનના ઉદયપુરના ખેરવાડા તાલુકાના ડેરી ગામ નજીક ગાંઠીયા ગામે તેમના સાઢુ કાંતિલાલ ચૌહાણના ઘરે સત્સંગમાં જવા નીકળ્યા હતા.ત્યારે બેડા અને ડેરી ગામ વચ્ચે સિતરા બોલ વળાંક નજીકથી પસાર થતા પાછળથી આવેલા એક બાઇક પર સવાર 2 શખ્સોએ ચંદુભાઈનું બાઇક ઉભુ રખાવી બાઇક પરથી ઉતરી ચંદુભાઈ કાઈ સમજે વિચારે તે પહેલાજ હન્ટરથી માર મારવાનું શરૂ કરી દીધું હતું.

દરમ્યાન રાણી બેડા તરફથી અન્ય બે બાઇક પર આવેલા 4 શખ્સોએ ચંદુભાઈને અપશબ્દો બોલી તેમના ખિસ્સામાંથી 70 હજાર રોકડા અને પત્ની ઉષાબહેનના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેન તથા ચંદુભાઈના મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં હતપ્રભ અને નિઃસહાય થયેલા ચંદુભાઈએ અજાણ્યા 6 શખ્સો વિરુદ્ધ મંગળવારે પહાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જમાદાર નારણલાલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...