રજૂઆત:વિજયનગરમાં વિવિધ માંગો સાથે રજૂઆત, સત્ર ફી સરકાર દ્વારા માફ કરવા માં આવે તેવી માંગણી

વિજયનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ લાલજીભાઈ ડામોર, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગઢવી, જીલ્લા કોંગ્રેસ એસટી સેલ ના મહામંત્રી જીવાજી સંગાથ સહિત કાર્યકરો દ્વારા કૉરોના મહામારી ના પગલે ગત ત્રણ મહિનાથી રોજગારી વિહોણા ગરીબ,  મધ્યમ વર્ગના લોકોને વીજળી બીલ પાણી, ઘર, મિલકત વેરા અને કોલેજ શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી સત્ર ફી સરકાર દ્વારા માફ કરવા માં આવે તેવી માંગણી સાથે બુધવારે વિજયનગર મામલતદાર પી જી. ચૌહાણ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...