તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિજયનગર BOBમાં પેન્શરોને હેરાન કરતાં હોવાની રજૂઆત

વિજયનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર તા.પં.ના પૂર્વઉપપ્રમુખની રજૂઆત

વિજયનગરની બેંક ઓફ બરોડામાં વૃદ્ધ પેન્શનરોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ ગાર્ડ દ્વારા કરાતો હોવાની રજૂઆત વિજયનગર તા.પં. પૂર્વ ઉપપ્રમુખ દ્વારા કલેક્ટર ને રજૂઆત કરાઇ છે. વિજયનગર તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ અને નિવૃત્ત નાયબ મામલતદાર નવલસિંહ નાનજી ચૌહણે કલેકટર, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને કરેલી લેખિત રજૂઆત મુજબ વિજયનગરમાં બેન્ક ઓફ બરોડામાં આવતાં વૃદ્ધ પેન્શનરોને હેરાન કરાય છે.

મહામારીમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ગાઈડલાઈનનું કોઈજ પાલન કરાતું નથી. આ અંગે બેંક ની જગ્યાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે,માસ્ક સોશિયલ ડિસ્ટન્સ ગાઈડલાઈન માટે મામલતદારનું ધ્યાન દોર્યાનું બેન્ક મેનેજર સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...