વિહાર:પોળોના મંદિરો પ્રવાસન સ્થાન નહીં પરંતુ ભક્તિનું

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્વેતાંબર જૈન આચાર્ય ભગવંત મ.સા. સહિત પોળોની મુલાકાતે

વિજયનગ ના અભાપુરપોળોના મંદિરો પ્રવાસન સ્થાન નહીં પરંતુ ભક્તિનું ,આત્મશુદ્ધિનું જીવન ઉદ્ધારકનું સ્થાન બને તેવા પ્રયાસો કરવા જોઈશે તેવું શ્વેતાંબર જૈન ધર્મના 100 થી શ્રમણ શ્રમણીઓની સાથે પોળોના જૈન દેરાસરની મુલાકાતે આવેલા આચાર્ય ભગવંત મહારાજ સાહેબે જણાવ્યું હતું.

વડાલીના વટપલ્લીમાં ચાતુર્માસ પૂર્ણ કરી 100 થી શ્રમણ શ્રમણીઓની સાથે વિહાર અર્થે નીકળેલા શ્વેતાંમ્બર જૈન ધર્મના પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય રાજયશસુરી શ્વરજી મહારાજ સાહેબ અને આચાર્યશ્રીમદ વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબે શનિવારે પોળોના જૈન મંદિરની મુલાકાત લીધી હતી. જેઓને જીલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને જાણીતા પુરાતત્વ પર્યાવરણ વિદ મયુરભાઈ રાઠોડે અભાપુર શારણેશ્વર ,સૂર્યમંદિર મામરેચી વિયર પોળોના જૈન મંદિરોની સ્થાપના ઇતિહાસ અને શિલ્પસ્થાપત્ય કળા અને પુરાતત્વીય મહત્વ અંગેની વિષદ માહિતી પૂરી પાડી હતી.

જેમાં જૈન સંઘે પોળોના શિવપંચાયતન મંદિર, વાવ અને પોળો ના જૈન મંદિરો ની મુલાકાત લીધી હતી. જૈન સંઘના પોળો ની વિશેષ મુલાકાત ના ઉદ્દેશ્ય અંગે પૂછતાં અંગે પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય રાજયશસુરી શ્વરજી મહારાજ સાહેબના અનુયાયીના જણાવ્યા અનુસાર અભાપૂર અને પોળો અંગે જૈન શાસ્ત્રોમાં શ્રી રાધારાજેનામાં પ્રાચીન કાળમાં ઉલ્લેખ કરેલો છે. જેમાં પ્રાચીન સમયમાં પોળો દેરોલ ખેડબ્રહ્મા સુધી લાખો જૈનો વસવાટ કરતા હતા. જ્યાં હજારોની સંખ્યામાં મંદિરો વિદ્યમાન હતા.

જેમાં વિજયનગર ના અભાપુરથી દેરોલ ખેડબ્રહ્મા સુધી થતાં ખોદકામ દરમ્યાન મળી આવતાં પ્રાચીન અવશેષો તેનું પ્રમાણ છે અને એટલે જ જૈન સંઘ દ્વારા આજે પોળોની મુલાકાત લઈ વિજયનગર ના અભાપુરપોળોના મંદિરો પ્રવાસન સ્થાન નહીં પરંતુ ભક્તિનું ,આત્મશુદ્ધિનું જીવન ઉદ્ધારક નું સ્થાન બને તેવા પ્રયાસો કરવા જોઈશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...