રોષ:વોટર વર્કસની પાઇપ ફાટતાં પાણી પુરવઠો બંધ થતાં રોષ

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગરમાં દેરાસર પાસે માતાજી ચોકમાં
  • વન-વે રસ્તો બંધ થતાં પંચાયત પાસે ટ્રાફિક જામ

વિજયનગર દેરાસર પાસે માતાજી ચોકમાં વોટર વર્કસની પાઇપ ફાટતાં પાણી પુરવઠો બંધ થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. તે સાથે જ વન વે રસ્તો બંધ થતાં ગ્રામપંચાયત આગળ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા વોટર વર્કસની પાઈપલાઈનમાં ભંગાણ થતાં પંચાયત દ્વારા સમારકામ હાથ ધરાતાં છતરીયાથી બસસ્ટેશન તરફનો વનવે રસ્તો બંધ કરાતાં ગામમાં આવતા વાહનોને ટેલિફોન એક્ષચેન્જ ત્રણ રસ્તા થી ડાયવર્ઝન અપતાં બસ સ્ટેશન તરફ આવતા પંચાયત આગળ સાંકડી જગ્યાના કારણે ટ્રાફિક જામ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...