લોકોમાં ઉગ્ર રોષ:જાલેટી ત્રણ રસ્તાથી ગરાડા-ચિઠોડા માર્ગે વિજયનગર પંચાયતે કચરો નાખતાં રોષ

વિજયનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કચરો ઠાલવાતં સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઇ છે. - Divya Bhaskar
કચરો ઠાલવાતં સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઇ છે.

વિજયનગરના જાલેટી ત્રણ રસ્તાથી ગરાડા ચિઠોડા રસ્તા પર વિજયનગર પંચાયતે કચરો ઠાલવતાં જાલેટી પંથકના લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વિજયનગર તા.પં. વિપક્ષના નેતા દ્વારા સમગ્ર વિસ્તારમાં સફાઈ નહીં થાય તો કચરો પંચાયત આગળ ઠાલવવાની ચીમકી સાથે મંગળવારે ડીડીઓ, મામલતદાર અને તલાટીને આવેદન આપી વિરોધ દર્શાવાયો હતો.

વિજયનગર તા.પં.ના વિપક્ષ નેતા જીવાજી મંગલાજી સંગાથ તથા આગેવાનો દ્વારા અપાયેલા આવેદન મુજબ વિજયનગર પંચાયત દ્વારા ગામમાંથી એકત્ર કરાતાં કચરાંને ટ્રેકટર દ્વારા જાલેટી ત્રણ રસ્તા થી ગરાડા ચિઠોડા રસ્તા પર ઠાલવાતાં ગંદકીના ઢગલાંઓ ના કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોઈ જાલેટી પંથકના લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વિજયનગર પંચાયતના સત્તાધીશોને વારંવાર મૌખિક જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં થતાં સમગ્ર વિસ્તારમાં સફાઈ નહીં થાય તો કચરો પંચાયત આગળ ઠાલવવાની ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે વિજયનગર તલાટી સંદીપભાઈ પટેલાનો સંપર્ક સાધતાં વિજયનગર પંચાયત વિસ્તારમાં કચરાના નિકાલ નો કોઈજ વિકલ્પ નહિ હોવાનું જણાવી તેમણે આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...