ચૂંટણી જંગ જામ્યો:વિજયનગરની 23 પૈકી 19 પં.ની ચૂંટણીમાં 26 નિવૃત્ત કર્મીઓ અને પત્નીઓ મેદાનમાં

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં પોલીસ, શિક્ષણ, સચિવાલયમાંથી નિવૃત્ત થયેલા કર્મીઓ
  • ​​​​​​​કેટલીક પંચાયતોમાં એક જ પરિવારના સભ્યો વારંવાર ચૂંટણી લડે છે એક જ રાજકીય પક્ષના કાર્યકરો પણ સામસામે ચૂંટણી લડી રહ્યા છ ે

વિજયનગર તાલુકાની 23 પૈકી 19 પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર 91 પૈકી 26 ઉમેદવારો સરકારી નોકરીમાંથી વયનિવૃત્ત, પ્રવૃત્ત કર્મચારીઓ કે તેમની પત્નીઓએ ઉમેદવારી નોંધાવી છે. કેટલાક કિસ્સાઓમાં કેટલીક પંચાયતોમાં એક જ પરિવારના સભ્યો વારંવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે એક જ રાજકીય પક્ષના કાર્યકરો પણ સામસામે ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ચિતરિયા પંચાયતમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદુભાઈ નિનામાના પત્ની અને તાલુકા પંચાયત કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ પૂર્વ સરપંચ જયંતિભાઈના પત્ની વચ્ચે પણ ચૂંટણી જંગ જામ્યો છે.

જ્યારે પરવઠ પંચાયતમાં નિવૃત્ત કર્મચારીઓ ધનજીભાઈ ભાણાજી નિનામા પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં ધનજીભાઈ બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. જેમના પુત્રવધૂ હાલ સરપંચ છે અને તેમના લઘુબંધુ રત્નાભાઈ ભાણાજી નિનામા મસોતા પંચાયતમાં સતત સરપંચ પદે પોતે અને જેમના પત્ની સરપંચ બનતા રહ્યા છે.

તેવા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી માવજીભાઈ ડામોર સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.આમ સરપંચની ચૂંટણીમાં જ્યારે પોલીસ, શિક્ષણ, સચિવાલય, આર્મીમાંથી નિવૃત્ત પ્રવૃત્ત કર્મચારીઓ અને તેમની પત્નીઓ ચૂંટણી મેદાને પડ્યા છે. ત્યારે મતદાતાઓ કોના શિરે સરપંચનો તાજ મૂકે છે તે19મી એ યોજાનાર મતદાન બાદ 21 મી એ યોજાનારી મતગણતરીમાં સ્પષ્ટ થશે. ત્યારે હાલ તાલુકાની 23 ગ્રામ પંચાયતોમાં મતદાતાઓને પોતાની તરફે કરવા ઉમેદવારો કમર કસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...