કાર્યવાહી:રાણીબોર્ડરથી રૂ.27હજારના દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો

વિજયનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર-દારૂ મળી કુલ 1.27 લાખની મત્તા જપ્ત

વિજયનગરની રાણીબોર્ડરથી પોલીસે કારમાં સોમવારે રૂ.27270 ના દારૂ બિયરના જથ્થા સાથે કારચાલકને ઝડપી લીધો હતો. વિજયનગર પીએસઆઈ એલ.પી.રાણાને સોમવારે વહેલી સવારે બાતમી મળી હતી કે રાજસ્થાનના ખેરવાડાની રાણી બોર્ડરથી કારમાં દારૂ ગુજરાતમાં છે.

જે આધારે પીએસઆઈએ રાણી બોર્ડર નજીક વાહન ચેકિંગ હાથ ધરતાં બાતમીવાળી કાર નં. જીજે 01 એચ.આર-7101 આવતાં અટકાવી ચાલકની પૂછપરછ કરતાં તેણે રાજસ્થાનના ડુંગરપુરના સીમલવાડાના ધંબોલા થાણાના બોડામલીનો પ્રલવસિંહ મદનસિંહ રાઠોર(રાજપૂત)હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની ડેકીની તપાસ કરતાં ડેકીમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂ બિયરની 51 બોટલો કિં. 27270 નો જથ્થો મળતાં વિજયનગર પોલીસે પ્રલવસિંહ રાઠોર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...