તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લડત:હવે આદિવાસીઓના અધિકારોની લડત મહાપંચાયતો લડશે

વિજયનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વનવિભાગના કર્મીઓએ ખારીબેડીના બે યુવકોને મારતાં વિરોધમાં મહાપંચાયત યોજાઇ

વિજયનગરના ખારીબેડીમાં બે યુવકોને તાજેતરમાં વનવિભાગના બે કર્મીઓએ મારતાં તેના વિરોધમાં રવિવારે આદિવાસી સમાજની મહાપંચાયતનું આયોજન કરી આદિવાસી ઓ, પીડિતો, શોષિતોને થતાં અન્યાય સામે ન્યાય અપાવવાના અભિયાનના મંડાણ થયા હોવાનું ડેડીયાપાડા ધારાસભ્યે જનમેદનીને સંબોધ્યું હતું.

ખારીબેડીના સરદારભાઈ રોયાણીયા ગત 13 માર્ચે નવાભગા પંચાયતમાં તાડપત્રી લેવા ગયા હતા. જ્યાંથી વન વિભાગના કર્મચારીઓએ અંદ્રોખા આશ્રમની ઓફિસમાં ઉઠાવી જઈ જંગલ જમીન બાબતે ઢોર માર માર્યો હતો અને ગામના જ અન્ય યુવાન દિતાભાઈ ગમારને પણ ઢોર મારમારી વનખાતાના કર્મચારીઓએ દંડ પેટે 8 હજાર લઇ માત્ર 2 હજારની પાવતી આપી હતી. બંને યુવકોએ ખેડબ્રહ્મા સિવિલમાં સારવાર મેળવી સમાજ આગેવાનો રવજીભાઈ પાંડોર અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લા પ્રમુખ જગદીશભાઈ તરાલને જાણ કરતાં તેઓએ વિજયનગર પીએસઆઇ જે જે ચાવડાને ધોલવાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાનું જણાવવા છતાં પોલીસ ફરિયાદ ન લેતા આ બાબતે કલેકટર, પોલીસવડાને પણ તાકીદ કરવા બાદ પણ કોઇ જ કાર્યવાહી ન થતાં રવિવારે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના આગેવાનોની હાજરીમાં મહાસભા યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત સામાજિક એકતા જાગૃતિ મિશનના વડા કેવલસિંહ રાઠોડ, ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક ડો. સુભાષભાઈ પાંડોરની હાજરીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આદિવાસીઓ, પીડિતો, શોષિતોને થતાં અન્યાય સામે ન્યાય અપાવવાના અભિયાનની આજથી ખારીબેડીથી શરૂઆત થઇ છે. જેમાં નિર્દોષ આદિવાસીઓને રંજાડનાર ને હવે સાંખી નહીં લેવાય.

48 કલાકમાં પોલીસ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરાય તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા જિલ્લા પોલીસવડાની કચેરીએ ધરણાં કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો