તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદાસીનતા:વિજયનગર તાલુકામાં આ વર્ષે એકપણ તળાવ ઊંડું ના થયું

વિજયનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજયનગરના લક્ષ્મણ ટેકરી નીલકંઠ મહાદેવ તળાવ ઊંડું કરવા રજૂઆત કરવા છતાં સરકાર-સિંચાઈ વિભાગે કશુ કર્યું નથી. - Divya Bhaskar
વિજયનગરના લક્ષ્મણ ટેકરી નીલકંઠ મહાદેવ તળાવ ઊંડું કરવા રજૂઆત કરવા છતાં સરકાર-સિંચાઈ વિભાગે કશુ કર્યું નથી.
  • ગુજરાત સરકારની જળસંચયની મોટીમોટી જાહેરાતો પોકળ સાબિત થઇ

વિજયનગર તાલુકામાં જળસંચય યોજના હેઠળ તાલુકાનું એકપણ તળાવ ઊંડું કરાયું નથી. જેના માટે તાલુકામાં કોઈ જ સ્વૈચ્છિક સંગઠન કે સંસ્થા તૈયાર નહીં થતાં આ કામગીરી નહીં થઈ હોવાનું સિંચાઈ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું. જેને લીધે ગુજરાત સરકાર ની જળસંચય કરવાની લોભામણી જાહેરાતો માત્ર પોકળ જાહેરાતો સાબિત થઈ છે.જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ઉમેદસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર વિજયનગર પંચાયત દ્વારા ગત 15 વર્ષથી વોટર વર્કસનું પાણી એકાંતરા દિવસે અપાય છે.

આ અંગે પંચાયત સૂત્રો ને પૂછતાં ગામમાં પાણી ની તંગી ના કારણે અને અપૂરતા સ્ત્રોતના કારણે પાણી એકાંતરા દિવસે અપાતું હોવાનું જણાવ્યું હતું. આવતું ગામના છેવાડે આવેલા લક્ષ્મણ ટેકરી નીલકંઠ મહાદેવ તળાવ ઊંડું કરી આગામી ચોમાસામાં વરસાદનું પાણી વધુમાં વધુ સંગ્રહિત થાય તે અંગે રાજ્યના મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી, કલેકટર સહિતને પત્ર લખી વિજયનગર સહિત તાલુકાના તળાવો ઊંડા કરવા માંગણી કરી હતી છતાં સરકાર કે સિંચાઈ વિભાગ દ્વારા કોઈજ કાર્યવાહી કરી નથી.

આ અંગે નાની સિંચાઈ યોજના ખેડબ્રહ્મા ના ઈજનેર જયમેશ ભાવસારે જણાવ્યું કે સરકાર દ્વારા તળાવો ઊંડા કરવાની કામગીરી ને જળ સંચય યોજના હેઠળ આવરી લઈ સ્થાનિક સ્વૈચ્છીક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા કરવાનું નક્કી કરાયું હતું. જેમાં વિજયનગર તાલુકામાં એક પણ સ્વૈચ્છીક સંગઠનો કે સંસ્થા આ કામગીરી માટે તૈયાર નહીં થતાં આ વર્ષે વિજયનગર તાલુકામાં જળસંચય ની કામગીરી થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...