ધરપકડ:કાલવણ ચેકપોસ્ટ નજીકથી 26 હજારના દારૂ સાથે શખ્સ ઝબ્બે

વિજયનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકાની કાલવણ ચેકપોસ્ટ નજીકથી વિજયનગર પોલીસે મંગળવારે રૂ.26,600ના વિદેશી દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી.

આ અંગે વિજયનગર પી.એસ.આઈ.લાલિતસિંહ રાણાના જણાવ્યા અનુસાર મંગળવારે બાતમી મળી હતી કે આતરસુંબા આશ્રમથી ઈડર તરફ એક સફેદ કાર(જી. જે.01 કે. ઈ.0293)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ નીકળનાર છે. બાતમી આધારે કાલવણ ચેકપોસ્ટ નજીકથી વોચ ગોઠવી હતી. ત્યારે કાર આવતા પોલીસે કારને અટકાવી તપાસ કરતાં કારની ડેકીમાં બનાવેલા ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 40 નંગ બોટલ કિંમત રૂપિયા 26,600નો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના માવલી તાલુકાના શોભાજીના ખેડા સાલેરા ફળીયાનો સુરેન્દ્રસિંહ કિશોરસિંહ ચૂંડાવતને ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ સુરેન્દ્રસિંહ કિશોરસિંહ ચૂંડાવત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...