ફરિયાદ:ઓળન મહુડામાં છોકરાઓના ઝઘડામાં મોટેરા બાખડતાં મામલો પોલીસ મથકે

વિજયનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ

વિજયનગર તાલુકા ના ઓળન મહુડામાં સોમવારે રાત્રે જેઠના દીકરાનું ઉપરાણું લેવા બાબતે મોટાભાઈ, તેના દીકરાને ભાઈની વહુ અને તેના ભત્રીજાઓએ માર મારતાં વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.ગામના રત્નાજી કાનજી કરોવા અને તેમના ભાઈ ભુરજી ભાઈ વચ્ચે જમીનની તકરાર ચાલે છે. જેમાં સોમવારે સવારે રત્ના ભાઈના મોટાભાઈ સૂકાજી મંડળ દીકરા પ્રવીણ અને ભુરજીભાઈના દીકરા આકાશ વચ્ચે ઝગડો થયો હતો.

જેમાં રત્નાભાઈ તેમના પત્ની શારદાબેન દીકરો જયદીપ દીકરી ચેતના સોમવારે રાત્રે આઠેક વગ્યના સુમારે પોતાના ઘરે બેઠા હતા. જે સમયે ભુરજીભાઈના સાળા સરપતભાઈ બોદર (નિવાસી ચંદવાસાં)ના દીકરા હરીશ, પ્રવિણ અને વિનોદ તથા ભુરજીભાઈના પત્ની લક્ષ્મીબેન ચારેય જણા રત્ના ભાઈના ઘાર આગળ આવી તમે સુકાજીના દીકરા પ્રવીણનું ઉપરાણું લીધું હતું.

તેમ કહી અપશબ્દો બોલતા હોઈ શારદબેને દેરણી લક્ષ્મીબેન તથા તેના ભત્રીજાઓને અપશબ્દો બોલવાની ના પાડતાં હરીશ, પ્રવિણ અને વિનોદ તથા ભુરજીભાઈના પત્ની લક્ષ્મીબેને ઉશ્કેરાઈ જાઈ રત્ના ભાઈ તેમના દીકરાને લાકડીઓ મારતા શારદાબેને વચ્ચે પડી પોતાના પતિ અને પુત્રને વધુ માર ખાતા બચાવ્યા હતા. જે સમયે હરીશ, પ્રવીણ અને વિનોદ તથા ભુરજીભાઈના પત્ની લક્ષ્મીબેને શારદાબેનને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા. આ મામલે શારદાબેન કરોવાએ વિજયનગર પોલીસ મથકમાં હરીશ, પ્રવિણ અને વિનોદ તથા ભુરજીભાઈના પત્ની લક્ષ્મીબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...