મતદાન:વિજયનગરના ગાડીમાં સાંજના 6 વાગ્યા સુધી પણ 200થી વધુ મતદારો લાઈનમાં

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતની સ્લીપોમાં સહીઓ કરાવવાના કારણે આ પરિસ્થિતિ થઇ: પ્રિસાઈડિંગ ઓફિસર
  • 991નું મતદાન હતું ત્યાં બે મતદાન મથક ઉભા કર્યા હોત તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત: ગામઆગેવાનો

વિજયનગરના ગાડીના ભવિનભાઈ નિનામા ,દિલીપભાઈ અસારી, બંસીલાલ અસારી, ચંદુભાઈ નિનામાં,દમાજી નિનામાના જણાવ્યા અનુસાર ગાડીમાં સરપંચ સહિત કુલ 8 વોર્ડ પૈકી એક વોર્ડ બિનહરીફ થતાં કુલ 7 વોર્ડ માટે રવિવારે સવારથી મતદાન શરૂ થયું હતું.

પરંતુ 991 મતદારો અને 7 વોર્ડ વચ્ચે માત્ર એકજ મતદાન મથક ફાળવતાં સાંજે 6 વાગ્યા અને 10 મિનિટ સુધી માત્ર 49.93 ટકા મતદાન થયું હતું .મતદાન કરવા શાળા બહાર પુરુષ અને સ્ત્રી મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી. પ્રિસાઈડિંગ ઓફિસર અજયભાઈને પૂછતાં ઉમેદવારોના મતની સ્લીપ અને અન્ય સ્લીપોમાં સહીઓ કરાવતાં આ પરિસ્થિતિ થઇ હતી.}બિપીન નગારચી

અન્ય સમાચારો પણ છે...