તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિજયનગરમાં છેલ્લા 3 માસથી મનરેગા મજૂરોને વેતન મળ્યું નથી

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટ ન ફાળવાતાં મજૂરોની હાલત કફોડી

વિજયનગર તાલુકામાં ગત ત્રણ મહિનાથી મનરેગાના લાભાર્થીઓને રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ ન ફાળવાતાં મજૂરીથી વંચિત રહ્યા છે. આ અંગે વિજયનગર ટીડીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ હોવાનું જણાવ્યું હતું. આ અંગે વિજયનગર તાલુકાના કેટલાક મનરેગા લાભાર્થીઓ એ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે તાલુકામાં મનરેગાના લાભાર્થીઓ ગત ત્રણ મહિનાથી રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ નહીં ફાળવતાં મજૂરીથી વંચિત રહ્યા છે.

જેને લીધે ભરઉનાળે મજૂરી કરવા છતાં નાણાં ન મળતા મનરેગાના લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જોકે આ અંગે વિજયનગર ટીડીઓ મૌલિકકુમાર શર્માએ જણાવ્યું કે મનરેગાના લાભાર્થીઓના વેતન બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ છે. જેનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે.

અન્ય સમાચારો પણ છે...