તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:મહિલા તલાટીને છૂટા કરી કપાત પગારે જિલ્લા પંચાયતમાં મૂકાયા

વિજયનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીમડા તલાટીનું મનસ્વી પણું અને અનિયમિતતા પણું ભારે પડ્યું
 • બદલી થવા છતાં તલાટી ત્યાં હાજર ન થતાં પગલું લેવાયું

વિજયનગરના લીમડાના મહિલા તલાટીને તેમનું મનસ્વી પણું અને અનિયમિતતા પણું ભારે પડ્યું છે. જેઓને લીમડા તલાટી પદેથી છૂટા કરી કપાત પગારે જિલ્લા પંચાયતમાં મૂકાયા છે. આ અંગે જિ.પં.માંથી પ્રાપ્ત માહિતી અનુસાર વિજયનગર તાલુકાના રાજપુર અને કેલાવા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી જયાબેન પટેલની 8મી ઓક્ટોબરે બદલી થતાં લીમડા ગ્રામ પંચાયતમાં મૂકાયા હતા અને તેઓએ ત્યાં હાજર થવા અને માસિક ગુરુવારની બેઠકમાં પણ ટીડીઓ દ્વારા તાકીદ કરાઇ હતી.

છતાં તેઓએ મનસ્વી પણું દાખવતા પંચાયત નો ચાર્જ લેવામાં બાબતે અનિયમિતતા પણું દાખવતા કારણદર્શક નોટિસ આપવા છતાં કેલાવા અને રાજપુર પંચાયતનો ચાર્જ નિયુક્ત તલાટી હર્ષદભાઈ પટેલને ન આપતા તેમજ લીમડા પંચાયત માં અનિયમિતતા બાબતે સરપંચ શાંતાબેન જગદીશભાઈ મોથલિયા અને તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન યશકુમાર કોટવાલ દ્વારા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆત બાદ જયાબેનને લીમડા તલાટી પદેથી છૂટા કરી કપાત પગારે જિલ્લા પંચાયતમાં મૂકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો