તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વિજયનગરના ખારીબેડી ગામે SRP અને વન્ય કર્મીઓ પર સ્થાનિક મહિલાઓનો પથ્થરમારો

વિજયનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગલ જમીનની હદ નિશાની હદબાણની કામગીરી કરતા વન્ય કર્મીઓ પર અચાનક હુમલાથી જીવ બચાવી પરત ફરતા સ્થાનિકોએ વૃક્ષો કાપી અવરોધ ઉભોકરતાં પોલીસ બોલવવી પડી

વિજયનગર તાલુકાના ખારીબેડી ગામે મંગળવારે બપોરે ચાર વાગ્યે એસઆરપી જવાનોની હાજરીમાં જંગલ જમીનની હદ નિશાની હદ બાણ કરવાની કામગીરી શરૂ કરતા વન્ય કર્મીઓ પર મહિલાઓએ પથ્થરમારો કરતા ચકચાર મચી જવા પામી હતી. અચાનક જ થયેલા પથ્થરમારાથી જીવ બચાવી પરત ફરતા એસ આર પી અને વન્ય કર્મીઓ નો ઘેરો ઘાલવાના ઉદ્દેશ્ય સાથ સ્થાનીક લોકોએ રસ્તા પર વૃક્ષો કાપી અવરોધ ઉભો કર્યો હતો. સાથેજ સ્થાનીક લોકોએ ઢોલ વગાડી લોકોને ઉશ્કેરીને ભેગા કરતા ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક ડીજી કક્ષાએ જાણ કરી મહિલા પોલીસ તથા અન્ય પોલીસ કુમુક બોલાવવાની ફરજ પડી હતી.

વિજયનગર પોલીસ અને મહિલા પોલીસે હુમલો કરનાર મહિલાઓ, પુરુષોને ભગાડી દેતા વન્ય કર્મીઓના જીવમાં જીવ આવ્યો હતો. આ અંગે વિજયનગર તાલુકાની ધોલવાણી પરિક્ષેત્ર વન અધિકારી જ્યેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર ધોલવાણી રેંજના ખારીબેડી ગામે ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 20 હેઠળ અનામત જંગલ જમીન તરીકે જાહેર થયેલ વન જમીનની ફરતે હાલમાં સીમાંકન કરવાનું કામ હાલ વન વિભાગના કર્મચારી દ્વારા હાથ ધર્યુ છે.

જેમાં મંગળવારે 10 એસઆરપી જવાનોની હાજરીમાં વનકર્મીઓ દ્વારા જંગલ જમીનની હદ નિશાની હદબાણ કરવાની કામગીરી કરતા હતા જે સમયે ખારીબેડી ગામના કેટલાક ઈસમો જે અગાઉ પણ વન ગુન્હામાં સંડોવાયેલા હતા તેવા ઈસમો દ્વારા બદલો લેવાની ભાવનાથી કર્મચારીઓને કામ કરતા અટકાવવા માટે મહિલાઓને ઉશ્કેરણી કરી મહિલાઓને આગળ કરી પથ્થરમારો કરી હિંચકારો હુમલો કરતા જીવ બચાવી એસઆરપી અને વન્ય કર્મીઓએ ભાગવા જતા કર્મચારીઓનો ઘેરો ઘાલવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનીક લોકોએ રસ્તા પર વૃક્ષો કાપી અવરોધ ઉભો કર્યો હતો.

મંગળવારે જે લોકો એ મહિલાઓ અને પરપ્રાંતના લોકોને ઉશ્કેરી સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરનાર તમામ ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરાશે તેમ ધોલવાણી પરિક્ષેત્ર વન અધિકારી જ્યેન્દ્રસિંહ વાઘેલા એ જણાવ્યુ હતું

અન્ય સમાચારો પણ છે...