તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકરાર:ખેડાસણની પરિણીતાને દિયર સહિત ત્રણ જણે પાઈપ ફટકારી

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારો પતિ સેઢા કેમ કાઢવા દેતો નથી કહી તકરાર

વિજયનગરના ખેડાસણની પરિણીતાને તેના દિયર અને અન્ય ત્રણ શખ્સોએ તારો પતિ ખેતરમાં સેઢા કેમ કાઢવા નથી દેતો કહી લોખંડની પાઈપ મારતાં વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ખેડાસણની મંગુબેન લક્ષ્મણભાઈ લૌર ગત 7 મી ઓગસ્ટના રાત્રે નવ વાગ્યે તેમના ઘરે હતા.

જે સમયે તેના દિયર રત્નાભાઈ વેચાતજી લૌર અને અર્જુનભાઈ ચેલાજી લીંબડ, તેમના બે પુત્રો કૌશિક અને કલ્પેશ સાથે તેમના ઘર આગળ આવીને તારો પતિ ખેતરમાં સેઢા કેમ કાઢવા નથી દેતો તેમ કહી તકરાર કરી અપશબ્દો બોલતા મંગુબેને રત્નાભાઈ ને અપશબ્દો બોલવાની ના પાડતાં અર્જુનભાઈએ લોખંડની પાઈપ મગુંબેનને મારી હતી. મંગુબેન ઘાયલ થતાં તેમને સારવાર માટે દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. મંગુબેને વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...